________________
ગજસુકુમાર મુનિની કથા આ પ્રમાણે છે-દેવકમાંથી ચ્યવીને તેઓ દેવકીની કંખે જન્મ્યા હતા. તેઓ કૃષણના નાના ભાઈ હતા. તેમણે ભગવાન અરિષ્ટ નેમિની પાસે જિન દીક્ષા અંગીકાર કરી હતી. શમશાનભૂમિમાં તેમણે કા. ત્સર્ગાત્મક મહાતપ કર્યું હતું તેમના સંસારી સસરા સેમીલ બ્રાહ્મણે તેમના મસ્તક પર સળગતા ખેરના અંગારા મૂક્યા હતા તે કારણે તેમને અતિઘર વેદના થઈ હતી. સમભાવપૂર્વક તે વેદના સહન કરીને તેમણે ૯૯ લાખ ભવના સંચિત કર્મોને વિશુદ્ધ અધ્યવસાયથી ક્ષય કરી નાખ્યો હતો. આ રીતે અલ્પ સમયની શ્રમણ્ય પર્યાયનું પાલન કરીને તેઓ સિદ્ધિગતિના સ્વામી બની ગયા હતા. બીજી અન્તક્રિયાનું આ પ્રકારનું સ્વરૂપ સમજવું. : ૨ !
– ત્રીજી અન્તકિયા – “ગાય” ઈત્યાદિ–પૂર્વભવના મહાકર્મોથી મહાકર્મવાળો બનેલે કોઈ જીવ દેવલોકમાંથી ચ્યવને આ મનુષ્પકમાં ઉત્પન્ન થાય છે. તે મુંડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરે છે ત્યારપછીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન અનુસાર સમજવું. એ મહાકમાં જીવ મહાતપનું અનુષ્ઠાન કરે છે, છતાં પણ ચોથા ચકવતી સનકુમારની જેમ અતિ દીર્ઘ કાળ પર્યન્ત શ્રમણ્ય પર્યાયનું પાલન કરીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરે છે. સનકુમાર ચકવતીએ ૭૦૦ વર્ષ સુધી મહાતનું પાલન કર્યું હતું. તેમને ૧૬ રેગાતકોનું વેદન કરવું પડયું હતું. છતાં પણ તેમને એ જ ભવમાં સિદ્ધિગતિની પ્રાપ્તિ થઈ નહીં. તેઓ ત્રીજા દેવલોકમાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન થશે અને ત્યાંથી જ સિદ્ધિગતિ પ્રાપ્ત કરશે. આ પ્રકારની આ ત્રીજી અન્તક્રિયા છે ૩
– ચોથી અન્તક્રિયા – “ અથાણા ઈત્યાદિ–આ ચોથી અન્તક્રિયા અલ્પકર્મ પ્રત્યાયાત વિષયવાળી હોય છે. એટલે કે અલ્પ કર્મના ભારથી અપકર્મા બનેલા જીવની આ અન્તકિયા સમજવી. તેના વિષેનું બાકીનું બધું કથન સ્પષ્ટ છે, તેથી અહીં તેનું અધિક વિવેચન કર્યું નથી. આ ક્રિયા પહેલા જિનની માતા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૪૭