________________
વાત આ પ્રમાણે નથી, ” આ પ્રકારની પ્રતિપત્તિવાળા જીવને કલુષ સમાપન કહે છે. “ન શ્રાતિ” પદ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે સામાન્ય રૂપે પણ નિગ્રંથ પ્રવચન આદિ પ્રત્યે શ્રદ્ધાશીલ હોતો નથી “નો પ્રત્યેતિ” આ પદ દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે તે નિગ્રંથ પ્રવચન આદિને પિતાની પ્રતીતિને વિષય પણ બનાવતો નથી. “ નો વતિ” આ ક્રિયાપદના પ્રયોગ દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે તે નિગ્રંથ પ્રવચન આદિની આરાધનાની ઈચ્છા પણ કરતો નથી.
નિરા નિમિત્તે જે સહન કરવામાં આવે છે, તેનું નામ પરીષહ છે. સુધા આદિના ભેદથી પરીષહ ૨૨ પ્રકારના કહ્યા છે.
દ્રવ્યલિંગી સાધુ”—સાધુના લક્ષણોથી રહિત હૈોવા છતાં પણ જે વેષ આદિને કારણે સાધુ જેવો લાગે છે, તેને દ્રવ્યલિંગી સાધુ કહે છે એ દ્રવ્યલિંગી સાધુ પરીષહ દ્વારા પરાજિત થઈ જાય છે. તેનું કારણ નીચે પ્રમાણે છે-એ સાધુ આહંત પ્રવચનમાં શંકાદિકથી યુક્ત બને છે અને તે કારણે તે પ્રવચનાદિ પ્રત્યે તે સાધુ શ્રદ્ધા રાખી શકતો નથી. તે કારણે તે પરીષહ પર વિજય પ્રાપ્ત કરી શકતો નથી.
અવ્યવસિતને અનુલક્ષીને નિર્મથે પ્રવચન રૂપ પ્રથમ સ્થાનની જેવી પ્રરૂપણ કરવામાં આવી, એવી જ પ્રરૂપણ પાંચ મહાવ્રત રૂપ દ્વિતીય અને વરૂ જીવ નિકાય રૂપ તૃતીય સ્થાનના વિષે પણ સમજી લેવી “તો રા” ઈત્યાદિ
વ્યવસિત સૂત્રની વ્યાખ્યા અવ્યવસિત સૂત્ર કરતાં વિપરીત સમજવી. એટલે કે...અવ્યવસિતને નિથે પ્રવચન, પાંચ મહાવ્રતો અને ષડ જીવ નિકાય પ્રત્યે શંકા, કાંક્ષા આદિવાળી વૃત્તિ છેય છે અને એ જ કારણે તે આ ત્રણેમાં શ્રદ્ધા આદિ ભાવોથી રહિત જ હોય છે. પરંતુ આ વ્યવસિત જીવ નિગ્રંથ પ્રવચન, પાંચ મહાવ્રત અને ષડૂજીવનિકાયમાં પૂર્વોક્ત રૂપ નિશક્તિ, નિઃકાંક્ષિત આદિ વૃત્તિવાળો હોય છે અને તે કારણે તે જીવ તેમાં શ્રદ્ધા, રુચિ આદિ ભાવેથી યુક્ત રહે છે.
આ પ્રકારની પરિસ્થિતિમાં અવ્યવસિત દ્રવ્યલિંગી સાધુને પરીષહે આકુલવ્યાકુલ કરી નાખે છે, પરંતુ વ્યવસિત અણગારને પરીષહ આકુલ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૩૬