________________
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-હિંસાદિક પાપમાંથી દેશતઃ (અંશતઃ) નિવર્તન થવું તેનું નામ દેશનિવર્તન છે, અને મન, વચન અને કાયાથી હિંસાદિક પાપેને સર્વદેશથી (સંપૂર્ણતઃ) ત્યાગ કરે તે પાપમાંથી નિવૃત્ત થયું તેનું નામ સર્વદેશ નિવર્તન છે. તે નિવર્તન રૂપ વ્યાવૃત્તિ ત્રણ પ્રકારની કહી છે. ને હિંસાદિકેના હેતુને, તેમના સ્વરૂપને, અને તેમના ફલને જ્ઞાતા થઈને જ્યારે જીવ તેમને ત્યાગ કરે છે, ત્યારે જીવના તે ત્યાગ (નિવર્ત) રૂપ વ્યાવર્તન જ્ઞાનપૂર્વક થતું હોવાને કારણે તેને “જ્ઞાયિકા વ્યાવૃત્તિ” કહે છે. “જ્ઞાચ ચાવૃત્તિઃ જ્ઞાચિા વ્યાવૃત્તિઃ ” આ કથન અનુ. સાર જ્ઞાયક (જ્ઞાતા) ની જે વ્યાવૃત્તિ છે તેનું નામ જ “જ્ઞાયિકા વ્યાવૃત્તિ” છે. આ રીતે અહીં જે વ્યાવૃત્તિને જ્ઞાયિકા કહેવામાં આવેલ છે, તે અભેદ સંબંધની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. એટલે કે જ્ઞાયકે (જ્ઞાતાએ) જે પાપદિકની વ્યાવૃત્તિ (નિવૃત્તિ કરી છે, તે પિતાના જ્ઞાનથી જ કરી છે, તેથી તે જ્ઞાયકના જ્ઞાનના કાર્યરૂપ છે, પરંતુ તે કાર્યને જે “જ્ઞાયિકા” પદથી પ્રકટ કરવામાં આવ્યું છે, તે તેની વ્યાવૃત્તિ કરનારા આત્મામાં અને કરવામાં આવેલી તે વ્યાવૃત્તિમાં અભેદ માનીને કહેવામાં આવ્યું છે. - અજ્ઞાની આત્મામાં, તેમના સ્વરૂપ (હિંસાદિકનું સ્વરૂપ), તેમનું ફલ અને તેમના હેતુઓને જાણ્યા વિના, તે હિંસાદિક પાપમાંથી જે વ્યાવૃત્તિ (નિવર્તન) થાય છે તેને અજ્ઞાનિક વ્યાવૃત્તિ કહે છે. તથા સંશયથી આત્મા હિંસાદિકને જે ત્યાગ કરે છે, તે ત્યાગરૂપ વ્યાવૃત્તિને “વિચિકિત્સા વ્યાવૃત્તિ” કહે છે. અહીં નિમિત્ત અને નિમિત્તીમાં અભેદ સંબંધ માનીને વિચિકિત્સાને વ્યાવૃત્તિ” કહેવામાં આવેલ છે.
ઈન્દ્રિયના વિષયમાં જે આસક્તિ હોય છે તેને અદ્ભુપાદના કહે છે. તે અણુપપદનાના પણ વ્યાવૃત્તિની જેમ જ્ઞાયિકા, અજ્ઞાલિકા અને વિચિકિત્સા રૂપ ત્રણ ભેદ કહ્યા છે. વિષયજન્ય વિષયોથી થનારા) અનર્થને જાણવા છતાં પણ તેમાં આત્માની જે આસક્તિ હોય છે તેને “જ્ઞાયિકા અધ્યપપાદના ” કહે છે, તથા અજ્ઞાનને કારણે વિષયાદિ કમાં આત્માની જે આસક્તિ હોય છે તેને “અજ્ઞાયિકા અયુપપાદના ” કહે છે. સંશયવાળા આત્માની વિષયમાં જે આસક્તિ હોય છે તેને “વિચિકિત્સા અશુપાદના” કહે છે.
આસેવનાને પર્યાપાદન કહે છે. તે પર્યાપદના પણ જ્ઞાયિકા, અજ્ઞાયિકા અને વિચિકિત્સાના ભેદથી ત્રણ પ્રકારની કહી છે. વિષયજન્ય અનાથને જાણવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૨૫