________________
નિર્વાણદ્ધિ કહે છે. (૩) રાજાની બલવાહન આદિ રૂપ અદ્ધિનું હવે નિરૂપણ કરવામાં આવે છે–ચતુરંગ એનારૂપ બલ, હાથી, ઘોડા, રથ આદિરૂપ વાહન, ભાંડાદિ (પત્રાદિ) રૂપ કેષ, ધાન્યાગાર રૂપ કે ઠાર, ઈત્યાદિ વસ્તુઓને આ પ્રકારની ઋદ્ધિમાં ગણાવી શકાય છે.
હવે રાજદ્ધિના જે સચિત્ત અચિત્ત અને મિશ્રિતરૂપ અન્ય ત્રણ પ્રકારે કહ્યા છે, તેનું નિરૂપણ કરવામાં આવે છે. હાથી, ઘેડા, પાયદળ આદિને રાજાની સચિત્ત દ્ધિમાં ગણાવી શકાય છે. પ્રાસાદ, તલવાર, ભાલા, બાણ આદિને રાજાની અચિત્ત રદ્ધિ કહેવાય છે તથા અલંકારોથી વિભૂષિત રાણીઓ, સશસ્ત્ર સિનિકે વગેરેને રાજાની મિશ્રિત ઋદ્ધિમાં ગણાવી શકાય છે.
હવે ગણિઋદ્ધિના જ્ઞાનદ્ધિ આદિ ભેદોને સ્પષ્ટ કરવામાં આવે છે વિશિષ્ટ કૃતરૂપ જ્ઞાનદ્ધિને કહી છે, પ્રવચનના વિષયમાં શંકા આદિથી રહિત હોવું તેનું નામ દર્શનદ્ધિ છે. અથવા પ્રવચનની પ્રભાવના પ્રકટ કરનારાં જે શાસ્ત્ર છે તેમનું અધ્યયન કરવું–તે શાસ્ત્રાનુસાર પ્રવચનની પ્રભાવના કરવી, તેનું નામ દર્શનદ્ધિ છે. નિરતિચારપૂર્વક ચારિત્રની આરાધના કરવી તેનું નામ ચારિત્રદ્ધિ છે. ગણિઋદ્ધિના સચિત્ત, અચિત્ત અને મિશ્રિત, આ ત્રણ પ્રકાર પણ કહ્યા છે. શિષ્યાદિ રૂપ સચિત્ત ગણઋદ્ધિ સમજવી, ધર્મના સાધને રૂપ વસ્ત્રાદિકને અચિત્ત ગણિઋદ્ધિ કહે છે. અને વસ્ત્રાદિ સહિત શિષ્યાદિને મિશ્રિત ગણિઋદ્ધિ રૂપ ગ્રહણ કરવા જોઈએ.
જો કે આ વિકુણાદિ રૂપ ઋદ્ધિઓને અન્ય જેમાં પણ ભાવ હોઈ શકે છે, છતાં પણ અહીં દેવાદિકેને જ ઋદ્ધિસંપન્ન કહ્યા છે તેનું કારણ એ છે કે દેવાદિ કમાં તે વિશિષ્ટરૂપે હોય છે. જેવી વિશિષ્ટતાપૂર્વક આ ઋદ્ધિઓને દેવાદિ કેમાં સદ્દભાવ હોય છે, એવી વિશિષ્ટતા પૂર્વક અન્ય જીમાં તેમને સદૂભાવ હેત નથી. તેથી અહીં દેવાદિકને જ આ ઋદ્ધિઓથી સંપન્ન કાા છે. સૂ. ૮૧ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૨૧