________________
વિધાયક હોય છે. જે જીવ ઈન્દ્રિયેના સુખમાં લીન થઈને–ચાર્વાકના મત પ્રમાણે ભેગવિલાસમય જીવન જીવ્યા કરે છે તેને પરલેક પ્રત્યેનીક કહે છે. કારણ કે એ જીવ પિતાના પરલકને બગાડે છે. તથા ઉભયલોક પ્રત્યેનીક એ છે કે જે ભેગ સંબંધમાં પ્રવૃત્ત જ રહેવાને કારણે દ્રવ્યલિંગીની જેમ બને લેકને માટે પ્રતિકૂળ એવું આચરણ કરે છે. અથવા માણસ ચોરી આદિ કુક દ્વારા ઇન્દ્રિયાર્થના સાધનમાં તત્પર રહ્યા કરે છે, તેને ઉભયલેક પ્રત્યેનીક કહે છે. આ રીતે ગતિની અપેક્ષ એ ત્રણ પ્રકારની પ્રત્યુનીકતાને પ્રકટ કરવામાં આવી છે કે ૨
સમૂહની અપેક્ષાએ ત્રણ પ્રકારના પ્રત્યેનીક કહ્યા છે–(૧) કુલ પ્રત્યેનીક, (૨) ગણુ પ્રત્યેનીક અને (૩) સંઘ પ્રત્યેનીક,
1 એક ગુરુના શિષ્ય સમુદાયને કુલ કહે છે, અને કુલોના સમુદાયને ગણ કહે છે અને અનેક ગણેના સમુદાયને સંઘ કહે છે. તેમને અવર્ણવાદ કરનારને સમૂહ પ્રત્યેનીક કહે છે. અનુકંપા પ્રત્યેનીક પણ ત્રણ પ્રકારના કહ્યા છે. અનુકંપા બતાવવા યોગ્ય જીવો પ્રત્યે સ્વયં અનુકંપા (દયા) નહીં રાખનાર અને બીજાને અનકંપ રાખવા નહીં દેનાર વ્યક્તિને અનુકંપા પ્રત્યેનીક કહે છે. તેના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) તપસ્વી પ્રત્યેનીક, (૨) પ્લાન પ્રત્યેનીક, (૩) શૈક્ષ પ્રત્યેનીક. અનશનાદિ ૧૨ પ્રક૨ના તપનું અનુષ્ઠાન કરનારને તપસ્વી કહે છે. ગાદિ કારણોને લીધે જે સાધુ અશક્ત હોય છે, તેને કાન કહે છે. નવદીક્ષિત સાધુને શૈક્ષ કહે છે. તપસ્વી, ગ્લાન અને શૈક્ષ અનકંપાને પાત્ર હોય છે. તેમના પ્રત્યે અનુકંપા નહીં રાખનાર અને અનુકંપા રાખનારને પણ અનુકંપ નહીં રાખવાનું કહેનારને અનુકંપા પ્રત્યેનીક કહે છે. આ રીતે તપસ્વી પ્રત્યે અનુકંપા નહીં રાખનારને તપસ્વી પ્રત્યેનીક, પ્લાન પ્રત્યે અનુકંપા નહીં રાખનારને શ્વાન પ્રત્યેનીક અને નવદીક્ષિત પ્રત્યે અનુકંપા નહીં રાખનારને શિક્ષા પ્રત્યેનીક કહે છે ભાવની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક કો છે-(૧) જ્ઞાન પ્રત્યેનીક, (૨) દર્શન પ્રત્યેનીક અને (૩) ચારિત્ર પ્રત્યેનીક.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૧૦