________________
ટીકા-હુવે આ ચાર સૂત્રેાનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-અતિચારેની શુદ્ધિનિમિત્તે જે આલેચના વગેરે કરવામાં આવે છે તેનું નામ પ્રાયશ્ચિત્ત છે. તે પ્રાયશ્ચિત્ત જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદથી ત્રણ પ્રકારનુ કહ્યુ છે. જ્ઞાનમાં લાગેલા અતિચારાની શુદ્ધિને નિમિત્તે જે આલેચના આદિ કરવામાં આવે છે, તેને જ્ઞાન પ્રાયશ્ચિત્ત કહે છે. અથવા-પ્રાયશ્ચિત્ત શબ્દ અતિચારના વાચક છે, તેથી એવા અથ નીકળે છે કે જ્ઞાનનું જે પ્રાયશ્ચિત્ત-અતિચાર છે, તેનું નામ જ્ઞાનપ્રાયશ્ચિત્ત છે. એ જ પ્રકારનું કથન દન અને ચારિત્રના વિષયમાં પણ સમજવું અકાલ અધ્યયન આદિ આઠ અતિચાર જ્ઞાનના કહ્યા છે, શ*તિ, કાંક્ષિત સ્માદ્રિ આઠ અતિચાર દશનના કહ્યા છે, તથા મૂલેત્તર ગુણાની વિરાધના રૂપ અનેક અતિચાર ચારિત્રના કહ્યા છે. । ૧ । तओ अणुवाइमा ” ઈત્યાદિ
66
ભાગપાતનું (પ્રાયશ્ચિત્તના વિભાગ) નામ ઉદ્ઘાત છે. તે ભામપાતથી જે નિર્દિષ્ટ થાય છે તે ઉદ્ઘાતિમ છે. ઉદ્ઘાતિમ એટલે લઘુપ્રાયશ્ચિત્ત, અને અનુદ્ધાતિમ એટલે ગુરુપ્રાયશ્ચિત્ત જે પ્રાયશ્ચિત્ત લધુ હતું નથી પણ ગુરુ હાય છે, તે પ્રાયશ્ચિત્તને અનુદ્ધાતિમ કહે છે. ગુણુ અને ગુણીમાં અભેદ સબધની અપેક્ષાએ અહીં સાધુજન પણ • ઉદ્ધાતિમ ' પદના વાચ્યા રૂપે ગ્રહણ કરી શકાય છે. તેથી ગુરુપ્રાયશ્ચિત્તને પાત્ર હોય એવા સાધુને અનુદ્ધાતિમ કહે છે. એવા અનુદ્ધાતિમ સાધુઓના જે ત્રણ પ્રકાર કહ્યા છે, તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-(૧) આગમ પ્રસિદ્ધ હસ્તક કરનાર જે સાધુ હાય છે, તે મહાપ્રાયશ્ચિત્તને પાત્ર ગણાય છે, (૨) મૈથુન ( અબ્રહ્મ ) નું સેવન કરનાર સાધુ પણ મહાપ્રાયશ્ચિત્તને પાત્ર ગણાય છે. (૩) રાત્રિભાજન કરનાર સાધુ પણુ મહાપ્રાયશ્ચિત્તને પાત્ર ગણાય છે. “ તો વાવિયા 'ઈત્યાદ્રિ—
પહેલાં તે આ સૂત્રમાં વપરાયેલા · પારાંચિક ' પદના અર્થ સમજાવવામાં આવે છે જે સાધુ તપસ્યા દ્વારા અપરાધના તીરને પ્રાપ્ત કરી લે છે, ત્યારબાદ ફરીથી દીક્ષિત કરવામાં આવે છે, એવા તે સાધુને પારાંચી કહે છે. પારાંચી જ પારાંચિક ગણાય છે. તે પારાંથિકનું જે અનુષ્ઠાન છે તેને પારાંચિક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૯૨