________________
૨વરૂપની અપેક્ષાએ એકત્વ બતાવ્યું છે. અવસર્પિણીના છઠ્ઠા આરાને દુષમદુષમા કહે છે. આ આરો અત્યન્ત દુખસ્વરૂપ હોય છે. તેનું પ્રમાણ પણું ૨૧ હજાર વર્ષનું કહ્યું છે. તેમાં પણ સ્વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવું જોઈએ.
ઉત્સર્પિણીકાળ અને તેના ભેદનું નિરૂપણ– જે કાળમાં શુભ ભાવનાઓની વૃદ્ધિ થતી જાય છે, તે કાળને ઉત્સર્પિણી કહે છે. અથવા જેમાં કમશઃ આયુષ્ય, શરીર વગેરેની વૃદ્ધિ થતી જાય છે, તે કાળને ઉત્સર્પિણી કહે છે. તે ઉત્સર્પિણીમાં પણ વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવું જોઈએ. તેના દુષમધ્યમાદિક ભેદમાં પણ સામાન્યની અપેક્ષાએ એકત્વ સમજવું. આ ઉત્સર્પિણી કાળમાં ક્રમશઃ એક પછી એક આરામાં શુભ ભાવ અનતગણું વધતાં જાય છે અને અશુભ ભાવ અનંતગણુ ઘટતાં જાય છે. અહીં “યાવત્ ” પદથી “ઘા દૂસમા, ઉના તૂરમસુરમા, હા સુમાદૂતા, ઘા સુરમા ” આ સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવે છે. આ રીતે ઉત્સર્પિણી કાળના નીચે પ્રમાણે છ આશ છે-(૧) દુષમદુષમા, (૨) દુષમા, (૩) દુષમસુષમા, (૪) સુષમદુષ્પમા, (૫) સુષમા અને (૬) સુષમસુષમા. આ છએનો અર્થ પહેલાં કહ્યા મુજબ સમ. તે પ્રત્યેકનું પ્રમાણ પણ પહેલાં કહ્યા અનુસાર સમજવું. | સૂપર છે
નરયિક આદિ કે વર્ગણા કા નિરૂપણ
આ રીતે જીવ, પુદ્ગલ અને કાળ આ દ્રવ્યોના વિવિધ ધર્મવિશેષમાં એકત્વનું પ્રતિપાદન કરીને હવે સંસારી જીવ, મુક્ત જીવ અને પુદ્ગલ દ્રવ્ય વિશેષના તથા નારક પરમાણુ આદિકના સમુદાયરૂપ ધર્મની એકતાનું પ્રતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૭૧.