________________
તે જીવ અને પુદ્રની સ્થિતિ સંભવી શક્ત નહીં, પણ તેમની સ્થિતિ શકય હોવાથી “અધપિતા હત” એવી પ્રતીતિ થાય છે કે અધર્માસ્તિકાય છે.
શકા–“ જીવ અને પુદ્રની ગતિ અને સ્થિતિ અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે જ શકય છે, અને તેમની ગતિ અને સ્થિતિને સદભાવ હોવાથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. જે આ પ્રમાણે આપ જે કહે છે તે બરાબર નથી, કારણ કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો અભાવ હોય તે પણ તેમની ગતિ અને સ્થિતિ સંભવી શકશે. તે તેમની ગતિ અને સ્થિતિને આધારે તેમનું અસ્તિત્વ કેવી રીતે સ્વીકારી શકાય?
- ઉત્તર–જે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું અસ્તિત્વ સ્વીકારવામાં ન આવે, અને તેમને અભાવ હોય તે પણ જીવ અને પલેની ગતિ અને સ્થિતિ સ્વીકારવામાં આવે તે, અલેકમાં પણ જીવ અને પુલેની ગતિ અને સ્થિતિ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. જે એવી દલીલ કરવામાં આવે કે અલેકમાં પણ તેમની ગતિસ્થિતિ સ્વીકારવામાં શી મુશ્કેલી છે?
તે તેને ઉત્તર આ પ્રમાણે છે–અલેક તે અનંત છે. હવે જે લેકમાંથી નીકળીને જીવ અને પુલ અલેકમાં પ્રવેશ કરી શકતા હોય તે એવી પરિસ્થિતિ ઉદ્દભવે કે કાં તે એક, બે, ત્રણ આદિ જીવ અને પુલેથી જ લેક વ્યાપ્ત રહે, અથવા તેમનાથી બિલકુલ રહિત પણ થઈ જાય. પણ એવું કદી જોવામાં આવ્યું નથી અને તે ઈષ્ટ પણ નથી.
અથવા–ગતિ અને સ્થિતિ, એ બે કાર્ય છે, એવું સકળકમાં પ્રસિદ્ધ છે. અને કાર્ય એકલા પરિણામી કારણને અધીન હેતું નથી પણ અપેક્ષા કારણને પણ અધીન હોય છે. જેમકે ઘટાદિ કાર્ય માં પરિણામીકરણ માટીને પિંડ છે, પરંતુ એકલી માટીના પિડના સદૂભાવથી ઘડા આદિનું નિર્માણ થઈ શકતું નથી, સાથે સાથે અપેક્ષાકારણરૂપ દિવ્યેશકાલ (દિશા, પ્રદેશ, કાળ) આકાશ, પ્રકાશ આદિની પણ જરૂર પડે છે. એકલા માટીના પિંડમાંથી ઘડે બની જતો હોય-અપેક્ષા કારણરૂપ પ્રકાશ આદિની તેને જરૂર રહેતી ન હોય, એવું તે શકય જ નથી, જે અપેક્ષાકારણેની આવશ્યકતા જ ન હોય તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૫