________________
ધર્મ કે એકત્વ કા નિરૂપણ
સૂત્રકાર તે ધર્માસ્તિકાયની પ્રરૂપણ કરે છે –“ ધમે” ઈત્યાદિ છે ૭
સૂત્રાર્થ–-ધર્માસ્તિકાય એક છે૭
ટીકાર્થ-ગતિક્રિયાવાળાં જીવ અને પુદ્ગલેને જે તેમના સ્વભાવમાં ઘારણ કરે છે, તે ધર્મ છે. “અસ્તિ” પદથી અહીં પ્રદેશને ગ્રહણ કરવામાં આવ્યા છે અને વાર” કાય પદથી તે પ્રદેશને સંઘાત ગૃહીત થયેલ છે. આ રીતે પ્રદેશ સંઘાતનું નામ અસ્તિકાય છે. ધર્મરૂપ જે અસ્તિકાય છે, તેને ધર્માસ્તિકાય કહે છે. આ ધર્માસ્તિકાય સ્વભાવતઃ ગતિકિયાવાળાં જીવ અને પદ્રલેને ચાલવામાં સહાયક થાય છે. આ દ્રવ્ય સમસ્ત લોકાકાશમાં તલમાં વ્યાપેલા તેલની જેમ વ્યાપક બને છે. તેના અસંખ્યાત પ્રદેશ છે, તે અરૂપી દ્રવ્ય છે અને અજીવ દ્રવ્યના એક ભેદરૂપ છે. જેમ નેગેન્દ્રિયથી યુક્ત જીવને વસ્તુનું જ્ઞાન કરાવવામાં દીપક સહાયરૂપ થાય છે, એ જ પ્રમાણે આ ધર્માસ્તિકાય દ્રવ્ય પણ ગતિ પરિણત છવપુલોને ચાલવા સહાયક બને છે. તે ચાલવાની પ્રેરણા આપતું નથી પણ જ્યારે તેઓ ચાલે છે, ત્યારે તેમને ચાલવામાં મદદ કરે છે. કહ્યું પણ છે. “શીવાનાં ત્યાર
જેમ ગમનાગમનાદિ ક્રિયા પરિણત મલ્યને ગતિ કરવામાં પાણીની આવશ્યકતા રહે છે, તેમ સ્વભાવતઃ ગતિક્રિયાશીલ જીવ પુલને ધર્મદ્રવ્યની અપેક્ષા રહે છે. એટલે કે જળની જેમ ધર્મદ્રવ્ય પણ અપેક્ષાકારણરૂપ છે.
કહ્યું પણ છે. “જરૂ વરિયાળ” ઇત્યાદિ
એવું આ ધર્મદ્રવ્ય એક સંખ્યાવાળું છે. જો કે પ્રદેશોની અપેક્ષાએ વિચારવામાં આવે તે ધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશવાળું હોવાથી તેમાં અનેકત્વ માની શકાય છે, પણ અહીં દ્રવ્યાર્થતાની અપેક્ષાએ તેમાં એક કહ્યું છે. જે ૭ ૫
હવે સૂત્રકાર ધર્મદ્રવ્યના વિપક્ષભૂત અધર્મદ્રવ્યનું નિરૂપણ કરે છે--
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧