________________
પુરુષના ભકતૃત્વની અપેક્ષાએ સાંખ્ય સિદ્ધાંતની માન્યતા અહીં સંક્ષિપ્ત રૂપે બતાવવામાં આવેલ છે. હવે તે વિષેની સિદ્ધાંતકારની માન્યતા પ્રકટ કરવામાં આવે છે–જે પુરુષને જોક્તા માનવામાં આવે, તે તેના દ્વારા તેમાં ક્રિયાવન જ પ્રતિપાદન થાય છે. તે પછી તેને જે અકિય કહો છે, તે વાતનું આપ આપ ખંડન થઈ જાય છે. આ સમસ્ત વિષયનું અહીં સંક્ષિપ્તમાં નિરૂપણ કરવામાં આવ્યું છે.
લોક કે એકત્વ કા નિરૂપણ
ઉપર્યુક્ત સ્વરૂપવાળા આત્માને આધાર શું છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે–“pજે સો” ઈત્યાદિ પ !
સૂત્રાર્થ–લેક એક છે.
ટીકાઈ—કેવળજ્ઞાન રૂપી સૂર્ય દ્વારા જેનું અવલોકન થાય છે તે લોક છે. આ લોક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ સકળ દ્રવ્યના આધારરૂપ છે. તે ૧૪ રાજપ્રમાણ છે. અને પગ પહોળા કરીને કેડપર બને હાથ રાખીને ઉભેલા પુરુષના જે તેને આકાર છે. આ લેક આકાશદ્રવ્યને જ એક વિશેષ ભાગ છે. કહ્યું પણ છે કે-ઘર્મલીનાં વૃત્તિ ચાળાં મવતિ ચત્ર તત્વ ક્ષેત્ર તૈઃ દ્રવ્યઃ સદ ઢોવાસ્તક્રિાતિ સ્ત્રોથ રે ૨ + આ લેકનું ૧૪ રાજનું જે પ્રમાણ બતાવ્યું છે, તેના સ્પષ્ટીકરણ માટે એક રાજુ પ્રમાણ કોને કહે છે તે નીચે પ્રકટ કરવામાં આવ્યું છે–સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ વેદિકાથી પશ્ચિમ વેદિકા સુધીના અંતરને, અથવા દક્ષિણ વેદિકાથી ઉત્તર વેદિકા સુધીની જેટલી લંબાઈ થાય છે, એટલી લંબાઈ પ્રમાણે એક રાજ હોય છે. આ લોકને નીચેના વિસ્તાર ૭ રાજ કરતાં થોડા ન્યૂન પ્રમાણુવાળો છે, તિર્યશ્લેકની મધ્યમાં તેને વિસ્તાર એક રાજુપ્રમાણ છે. બ્રહ્મલકની વચ્ચે તેને વિસ્તાર પાંચ રાજુપ્રમાણ છે અને લેકાન્તમાં તેને વિસ્તાર એક રાજપ્રમાણ છે.
અથવા–નામાદિકના ભેદથી નીચે પ્રમાણે આઠ પ્રકાર છે-(૧) નામલેક,
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧