________________
વ્રતરહિતકે ઔર વ્રતસહિતો કે ઉત્પતિકા નિરૂપણ
ક્ષેત્રને અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂાકાર અપ્રતિષ્ઠાન નરકક્ષેત્રમાં અને સર્વાર્થસિદ્ધ મહા વિમાનમાં કયા કયા જી ઉત્પન્ન થાય છે, તે પ્રકટ કરે છે-“તો સ્ત્રોને નિરરીસ્ટા ળિવવા ળિrળા” ઈત્યાદિ
સૂત્રાર્થ–રાજા, માંડલિક અને મહારંભવાળા કુટુંબીજન, આ ત્રણે અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થાય છે, કારણ કે તેઓ શીલથી રહિત, વ્રતથી રહિત અને મર્યાદથી વિહીન હોય છે. તેઓ પ્રત્યાખ્યાન અને પૌષધપવાસથી પણ રહિત હોય છે. તે કારણે કાળને અવસર આવતા કાળધર્મ પામીને તેઓ સાતમી નરકમાં આવેલા અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે.
નીચે બતાવેલા ત્રણ જ મનુષ્યલેકમાંથી કાળને અવસર આવતા કાળ કરીને સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. (૧) જેમણે કામગને પરિત્યાગ કરી દીધું છે એવાં રાજા, (૨) સેનાપતિ અને (૩) સારા શાસકે. તે ત્રણે ત્યાં ઉત્પન્ન થવાનું કારણ એ છે કે તેઓ શીલવાન હોય છે, ત્રસહિત હોય છે, ગુણયુક્ત હોય છે, મર્યાદાથી યુક્ત હોય છે, અને પ્રત્યાખ્યાન તથા પૌષધેપવાસથી યુક્ત હોય છે. આ પ્રકારના પુરુષ કાળને અવસર આવે કાળધર્મ પામીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે.
ટીકાથે–આ સૂત્રમાં સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે કેવાં છ મરીને અપ્રતિષ્ઠાન નામના સાતમી નરકના નરકાવાસમાં ઉત્પન્ન થાય છે, અને કેવા પુરુષે મરીને સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં એજ જી જાય છે કે જે એ ચક્રવર્તી આદિ પદ પ્રાપ્ત કરીને બ્રહ્મચર્ય પરિણામથી રહિત હોય છે, સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદિ અણુ ગ્રતાથી રહિત હોય છે, તથા દર્શન ચારિત્રરૂપ અથવા ક્ષમા આદિરૂપ ગુણેથી રહિત હોય છે, તથા સ્વીકૃત વ્રતાદિકના પરિપાલન આદિરૂપ મર્યાદાથી રહિત હોય છે, અથવા ધમનિયમની વ્યવસ્થાથી રહિત હોય છે. ત્યાગ કરવા યોગ્ય વસ્તુને ત્યાગ કરે તેનું નામ પ્રત્યાખ્યાન છે. આઠમ આદિ પર્વદિનેમાં શાસ્ત્રવિહિત અનશન આદિનું પાલન કરવું તેનું નામ પૌષધ છે યુક્ત તે પ્રત્યાખ્યાન અને અનશનાદિ વ્રતનું પાલન કરતા નથી, કારણ કે તેઓ કામમાં જ રચ્યાપચ્યા રહીને પોતાનું આખું જીવન સમાપ્ત કરી નાખે છે. તેથી એવાં ચક્રવર્તી આદિ પુરુષ અધઃસપ્તમી, પૃથ્વીમાં આવેલા અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે અહીં સાતમી પૃથ્વીની સાથે “અધ:' પદને પ્રયાગ કરવાનું કારણ એ છે કે જે અહીં આ “અધઃ' પદને પ્રયોગ ન કરવામાં આવે તે રત્નશ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧