SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ વેદનાને અનુભવ કરે છે. અહીં નારકોની ઉષ્ણવેદનાનું કથન કરીને ફરીથી તે વેદનાને અનુભવ કરવાની જે વાત કરી છે તેનું કારણ એ છે કે સૂત્રકાર તે વેદનાનું ત્યાં સાતત્ય પ્રકટ કરવા માગે છે. એ સૂ. ૨૪ છે ક્ષેત્રાધિકારના સંબંધને લઈને હવે સૂત્રકાર ક્ષેત્રવિશેષના સ્વરૂપનું નિરૂપણ કરે છે-“તો સ્ટોરી સમા સાર” ઈત્યાદિ– ટીકાથ–લેકમાં ત્રણ વસ્તુઓ તુલ્ય (સમાન) કહી છે. આ તુલ્યતા જનલક્ષ પ્રમાણુની અપેક્ષાએ, તથા પાર્શ્વભાગોમાં સમાનતા અને દિશાઓ અને વિદિ. શાઓની સમાનતાની અપેક્ષાએ સમજવી જોઈએ. જે ત્રણ વસ્તુઓ નીચે પ્રમાણે છે-(૧) અપ્રતિષ્ઠાન, (૨) જંબૂઢીપ અને (૩) સર્વાર્થસિદ્ધ વિમાન. એટલે કે તે ગણે એક એક લાખ એજનના પ્રમાણવાળાં છે. તે પ્રત્યેકના જમણું, ડાબા આદિ પાર્શ્વ માગ સમાન છે અને પ્રતિદિશામાં અને વિદિશામાં સશ (સમાન) છે. આ પ્રતિષ્ઠાન નામને નરકાવાસ સાતમી નરકમાં આવેલો છે. તે પાંચ નરકાવાસની મધ્યમાં આવેલો છે. જે બૂઢીપ સઘળા દ્વીપોની મધ્યમાં આવેલું એક દ્વીપ છે. સર્વાર્થસિદ્ધ વિમાન પાંચ અનુત્તર વિમાનોની વચ્ચે રહેલું છે. અપ્રતિષ્ઠાન, જંબુદ્વીપ અને સર્વાર્થસિદ્ધ વિમાન, આ ત્રણે વસ્તુઓ લોકમાં સમાન છે. તે સમાનતા પ્રમાણની અપેક્ષાએ, પાર્શ્વભાગની અપેક્ષાએ, દિશાઓની અપેક્ષાએ અને વિવિશાઓની અપેક્ષાએ છે, એમ સમજવું જોઈએ. એજ પ્રમાણે નીચેના રણમાં પણ સમાનતા પ્રકટ કરવામાં આવી છે-(૧) સીમન્તક નરક, (૨) સમયક્ષેત્ર અને (૩) ઈષપ્રાગભારા પૃથ્વી. પહેલી પૃથ્વી (નરક) ના પહેલા પ્રસ્તટમાં સીમતક નામને આ નરકાવાસ આવે છે. તે નરકાવાસનું પ્રમાણ ૪૫ લાખ જનનું છે. સમયક્ષેત્ર અને ઈન્સ્ટાગ્બારા પૃથ્વીનું પ્રમાણ પણ એટલું જ છે. સમય એટલે કાળ. તે કાળની સત્તાથી ઉપલક્ષિત જે ક્ષેત્ર છે તેને સમયક્ષેત્ર કહે છે. મનુષ્યલક જ તે સમયક્ષેત્ર રૂપ છે. “ પ્રારભાર ” એટલે “પુલનિચય” અન્ય પૃથ્વી કરતાં આ પ્રાગ્લાર જેને અ૯પ છે એટલે કે બાહલ્યની અપેક્ષાએ આઠ જનનો છે, એવી તે ઈષપ્રાગભારા ” નામની આઠમી પૃથ્વી છે. તેને પ્રામ્ભાર અલ્પ કહેવાનું કારણ એ છે કે રત્નપ્રભા આદિ જે અન્ય પૃથ્વીઓ છે, તેમને વિસ્તાર ઈષ–ાભારા કરતાં ઘણું વધારે છે. જેમકે પહેલી રત્નપ્રભા પૃથ્વીને વિસ્તાર ૧ લાખ ૮૦ હજાર એજનને છે, બીજી શર્કરા પ્રભા વિસ્તાર ૧ લાખ ૩૨ હજાર એજનને છે, બીજી વાલુકાપ્રભાને વિસ્તાર ૧ લાખ ૨૯ હજાર જ નને છે, જેથી પંકપ્રભા વિસ્તાર ૧ લાખ ૨૦ હજાર જનને છે, પાંચમી ધૂમપ્રભા વિસ્તાર ૧ લાખ ૧૮ હજાર યોજન છે, છટ્રી તમઃપ્રભા વિસ્તાર ૧ લાખ ૧૬ હજાર યોજન છે અને સાતમી તમતમપ્રભા પૃથ્વીને વિસ્તાર ૧ લાખ ૮ હજાર યોજન છે. સૂ. ૨૫ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૭૫
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy