________________
ભવ્ય જીનાં મરણ જ પ્રશસ્ત હોય છે. અહીં પહેલાંની જેમ જ આલાપક કહેવું જોઈએ. પાદપપગમન મરણ અને ભકતપ્રત્યાખ્યાન મરણને પ્રશસ્ત મરણ કહે છે. પાદપ એટલે વૃક્ષ. તે વૃક્ષના જેવું અવસ્થાન છે મરણમાં રહે છે, તે મરણને પાદપગમન મરણ કહે છે. જેમ વૃક્ષ પડે છે ત્યારે એ વિચાર કરતું નથી કે પોતે જે ભૂમિમાં પડવાનું છે તે ભૂમિ સમ છે કે વિષમ છે, અને પડયા પછી તે નિશ્ચલ જ પડયું રહે છે, એજ પ્રમાણે પાદપિગમન મરણ સ્વીકારનાર સાધુના અંગે પણ જે કઈ સમ વિષમ પ્રદેશમાં જે કંઈ પણ અવસ્થામાં પહેલેથી પડી ચુકેલાં હોય છે, તે અવસ્થામાં જ પડયાં રહેવા દેવામાં આવે છે. તે અંગેને ત્યાંથી ખસેડવામાં આવતાં નથી. તે કારણે તે મરણ તૂટી પડેલા વૃક્ષની જેમ અત્યંત નિઃચેષ્ટ રૂપે અવસ્થાનવાળું હોય છે. આ પ્રકારના મરણથી મરવાનું એ પુરુષ દ્વારા જ શક્ય બને છે કે જેઓ પ્રથમ વજાત્રાષભનારા સંહનનવાળા અને ધીર હોય છે. તેઓ એ વિચાર કરે છે કે-ધીરેન વિ પરિચવું” ઈત્યાદિ.
જે મરણમાં ચારે પ્રકારના આહારને અથવા ત્રણ પ્રકારના આહારને અને ઉપલક્ષણની અપેક્ષાએ ઉપધિને ( સાધુના ઉપકરણે) પણ ત્યાગ કરી દેવામાં આવે છે–પાદપો પગમનની જેમ ચેષ્ટાનો ત્યાગ (પ્રત્યાખ્યાન દ્વારા ત્યાગ) કરાતું નથી, તે મરણને ભકતપ્રત્યાખ્યાન મરણ કહે છે. મરણું પર્યન્ત ચતુર્વિધ આહારના પરિત્યાગને જ ભકતપ્રત્યાખ્યાન કહે છે. કહ્યું પણ છે સિવિદં ર કલાપાળે” ઈત્યાદિ.
ઉપર કહેલા અને પ્રકારના મરણના પણ બબ્બે ભેદે છે. એ જ વાત વાગોવામળે ” ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. પાદપપગમન મરણના નીચે પ્રમાણે બે પ્રકાર છે-(૧) નિહરિમ અને (૨) અનિહરિમ વસતિના જે એક દેશમાં પાદપોપગમન સંથારો ધારણ કરવામાં આવ્યું હોય, તે પ્રદેશ માંથી જ મરણ બાદ શરીરને બહાર કાઢવામાં આવે છે, ત્યારે તે સંથારાને નિહરિમ પાદપોપગમન સંથારે કહે છે. ગિરિકન્દરામાં જઈને પાદપપગમન સંથારે ગ્રહણ કરવામાં આવ્યો હોય, તે એવા પ્રકારના સંથારાને અનિર્ધારિમ પાદ. પિપગમન સંથારે કહે છે. આ બંને પ્રકારના સંથારા નિયમથી જ (વિકલ્પ નહીં) શરીર પ્રતિક્રિયાથી રહિત હોય છે. એવું જ તેનું સ્વરૂપ કહ્યું છે– નાનિરિક્રમે ” ઈત્યાદિ.
એજ પ્રમાણે ભકત પ્રત્યાખ્યાન મરણના પણ નિહરિમ અને અનિહરિમ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૧ ૭.