________________
લોનું એક મુહૂર્ત થાય છે. કહ્યું પણ છે-બાર વાળા રે થો” ઈત્યાદિ.
૩૦ મુને એક દિવસરાત (અહેરાત્ર) થાય છે. ૧૫ અહેરાતને એક પક્ષ (પખવાડિયું) થાય છે. બે પક્ષેને એક માસ થાય છે. બે માસની વસંતાદિ એક ઋતુ થાય છે. ત્રણ ઋતુઓનું એક અયન થાય છે અને બે અયનનું એક સંવત્સર (વર્ષ) થાય છે. પાંચ સંવત્સરે એક યુગ થાય છે. ૮૪ લાખ વર્ષોનું એક પૂર્વગ થાય છે અને ૮૪ લાખ પૂર્વાગોને એક પૂર્વ થાય છે. પૂર્વનું પ્રમાણ “પુત્ર ૩ રિમા” ઈત્યાદિ સૂત્ર દ્વારા આ પ્રકારનું બતાવ્યું છે-૮૪ લાખને ૮૪ લાખ વડે ગુણતાં જે ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ એક પૂર્વનું વર્ષ પ્રમાણ સિત્તેર લાખ કરોડ, છપ્પન હજાર કરેડ છે તે કાળને એક પૂર્વ કહે છે. એક પૂર્વનું જેટલું પ્રમાણું કહ્યું છે એટલા પ્રમાણને ૮૪ લાખ વડે ગુણવાથી એક ત્રુટિતાંગ પ્રમાણુકાળ થાય છે. ૮૪ લાખ ત્રુટિતાંગનું એક ત્રુટિત થાય છે. ૮૪ લાખ ત્રુટિતેનું એક અટાંગ થાય છે અને ૮૪ લાખ અગેનું એક અટટ થાય છે. ૮૪ લાખ અટટને એક અવવાંગ થાય છે અને ૮૪ લાખ અવવાંગનું એક અવવ થાય છે. ૮૪ લાખ અવવનું એક હૂહૂકાંગ થાય છે અને ૮૪ લાખ હૂહૂકાંગનું એક હૃદૂક થાય છે. ૮૪ લાખ દૂદૂકનું એક ઉ૫લાંગ થાય છે અને ૮૪ લાખ ઉપલાંગનું એક ઉત્પલ થાય છે. ૮૪ લાખ ઉત્પલનું એક પડ્યાંગ થાય છે અને ૮૪ લાખ પડ્યાંગોનું એક પદ્ધ થાય છે. ૮૪ લાખ પદ્મનું એક નલિનાંગ થાય છે અને ૮૪ લાખ નલિનાંગનું એક નલિન થાય છે ૮૪ લાખ નલિનનું અક્ષિનિફરાંગ થાય છે અને ૮૪ લાખ અક્ષિનિકુરાંગનું એક અક્ષિનિકુર થાય છે. ૮૪ લાખ અક્ષિનિકુરનું એક અયુતાંગ થાય છે અને ૮૪ લાખ અયુતાંગનું એક અમૃત થાય છે. ૮૪ લાખ અયુતનું એક નયુતાંગ થાય છે અને ૮૪ લાખ નયુતાંગનું એક નયુત થાય છે. ૮૪ લાખ નયુતનું એક પ્રયુતાંગ થાય છે અને ૮૪ લાખ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૯૮