SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ કારણે તેની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થતાં પ્રતિનિયત ધમિવિષયક જે સંદેડ થાય છે તે નહીં થઈ શકે, કારણ કે જે પ્રકારે તે વિવક્ષિત ધમાંથી ભિન્ન છે એ જ પ્રકારે તે અવિક્ષિત ઘર્મીથી પણ ભિન્ન છે, તે પછી તે પ્રતિનિયત ધર્મિ. વિષયક જ સંદેડ કેમ ઉત્પન્ન કરશે ? અન્યધર્મિવિષયક સંદેહ એજ કાળે તે કેમ નહીં ઉત્પન્ન કરે? અવશ્ય ઉત્પન્ન કરશે જ. પ્રતિનિયત વસ્તુવિષયક સંદેહ ઉત્પન્ન ન થતો હોય એવી વાત તે બનતી નથી આપણે જ્યારે લીલા વૃક્ષની શાખાઓના મધ્યભાગમાં કઈ સફેદ વસ્તુને દેખીએ છીએ ત્યારે આપણને એ સંદેહ થાય છે કે તે પતાકા છે કે બગલાની પંક્તિ છે? જે ધમને ધમથી સર્વથા અભિન્ન જ માનવામાં આવે તે પણ પ્રતિનિયત વસ્તુવિષયક સંદેડ ઉત્પન્ન નહીં થઈ શકે, કારણ કે ગુણના ગ્રહણથી તે ગુણથી અભિન્ન એવી તે વસ્તુ ગ્રહણ થઈ જ જશે. એજ કારણે અભેદ નયને આધારે નવા ચ” ઈત્યાદિ કહેવામાં આવ્યું છે. અહીં તે સમય અને આવલિકા રૂ૫ બે પદાર્થોને જીવ અજીવરૂપ પ્રકટ કરવામાં આવેલ છેઆ પ્રકારના કથનને લીધે દ્વિસ્થાનમાં બે બેલ) તેમની ગણતરી કરવામાં આવી છે, એમ સમજવું. એ જ પ્રમાણે પછીનાં સૂત્રો વિષે પણ સમજવું. ૧ “બાપાપૂરૂ વા થોરારૂ વા નવાફ ૨ ગીગા ૨” ઈત્યાદિ– શ્વાસોચ્છવાસ અને સ્તક પણ જીવરૂપ અને અજીવરૂપ છે. ઉચ્છવાસ નિઃશ્વાસકાળનું નામ આનપ્રાણ છે. તે ઉછુવાસ નિઃશ્વાસકાળ સંખ્યાત આવલિકા પ્રમાણ હોય છે. કહ્યું પણ છે-“રાત ગળવારણ” ઈત્યાદિ– જે મનુષ્ય ઉત્સાહયુક્ત હોય, અનવગ્યાન (ગ્લાનિરહિત અથવા ની રેગી) હોય, તથા નિરુપકિલષ્ટ (માનસિક અને કૌટુંબિક કલેશથી રહિત) હોય, એવા મનુષ્યના એક ઉચ્છવાસ નિઃશ્વાસને પ્રાણ કહે છે. તે ૧ | અથવા ૪૩પ૨ આવલિકા પ્રમાણ એક આનપ્રાણ હોય છે, એવું વૃદ્ધજને કહે છે. કહ્યું પણ છે–“વળો માનાવાળુ સેવાશ્રીલં” ઈત્યાદિ. - સાત આનપ્રાણ પ્રમાણ એક સ્તક હોય છે. સંખ્યાત આનપ્રાણ પ્રમાણ એક ક્ષણ હોય છે, અને સાત તે પ્રમાણે એક લવ હોય છે. જે રીતે આગલા ત્રણ સૂત્ર સાથે “વા રૂતિ , મનીષા ફરિ ૨ દરે " આ સૂત્રપાઠ આપવામાં આવ્યો છે, એજ પ્રમાણે “પદં મુદત્તા જા ગોતા વા, પરંવારૂ વા માસારૂવા” ઈત્યાદિ ૨૪ માં સૂત્ર સુધી ના કરિ ૨, શનીવા હરિ ૨ બોરતે” આ પાઠનું આયોજન કરવું જોઈએ. ૭૭ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૯ ૭
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy