________________
હશે. જમ્બુદ્વીપ નામના આ દ્વીપમાં આવેલા ભરતક્ષેત્ર અને ઐરવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીના બીજા સુષમકાળમાં ઉત્પન્ન થયેલા મનુષ્યની ઉંચાઈ બે ગભૂતિની એટલે કે ૨૦૦૦ ધનુષની હતી. તેમનું ઉત્કૃષ્ટ આયુ બે પપમનું હતું આ અવસર્પિણના સુમાકાળમાં પણ એવું જ બને છે અને ભવિષ્યમાં પણ ઉત્સર્પિણીના સુષમાકાળમાં એવું જ બનશે–એટલે કે બે પલ્યોપમનું આયુ અને બે કેશનું શરીર હશે. જંબુદ્વીપ નામના દ્વિપના ભરતક્ષેત્રમાં અને એરવત ક્ષેત્રમાં એક સમયમાં એક યુગમાં બે અહંઠંશ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. એજ પ્રમાણે ચક્રવર્તી વંશ અને બે દશાર વિશેના (વાસુદે ) વિષયમાં પણ સમજવું.
આ રીતે આ જંબુદ્વીપના ભરત અને અરવત ક્ષેત્રમાં એક યુગમાં એક સમયમાં બે અહંન્ત ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે. એજ પ્રમાણે બે ચક્રવતી, બે બલદેવ અને બે વાસુદેવ (દશારવંશ) ભૂતકાળમાં ઉત્પન્ન થયા હતા, વર્તમાનમાં ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે. એ જ પ્રમાણે જબૂદ્વીપના કુરુક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમસુષમા કાળમાં ઉત્પન્ન ઋદ્ધિને પ્રાપ્ત કરનારા રહ્યા હતા, રહે છે અને રહેશે. ઉત્તરકુરુ અને દેવકુરુ નામના બે કુરુ છે. આ રીતે જબૂદ્વીપમાં આવેલાં બે ક્ષેત્રમાં મનુષ્યએ સદા સુષમકાળમાં ઉત્તમ ઋદ્ધિ પ્રાપ્ત કરી હતી, વર્તમાનમાં પણ પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં પણ પ્રાપ્ત કરશે, એવાં ક્ષેત્રે હરિવર્ષ અને રમકવર્ષ છે. જંબુદ્વીપ નામના આ દ્વીપના બે ક્ષેત્રોમાં મનુષ્યોએ સદા સુષમાદષમા કાળમાં ઉત્તમ ઋદ્ધિને અનુભવ કર્યો છે. વર્તમાનમાં પણ ઉત્તમ ત્રાદ્ધિને અનુભવ કરે છે અને ભવિષ્યમાં પણ ઉત્તમ ઋદ્ધિને અનુભવ કરશે. તે બે ક્ષેત્રે હૈમવત અને હૈરણ્યવત છે. એ જ પ્રમાણે જબૂદ્વીપમાં આવેલાં બે ક્ષેત્રના મનુષ્યોએ સદા દુષમસુષમાં કાળમાં ઉત્તમ અદ્ધિને અનુભવ કર્યો છે, વર્તમાનમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે, તે બે ક્ષેત્રોનાં નામ પૂર્વ વિદેહ અને પશ્ચિમવિદેહ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧૮૧