________________
સીતા, (૮) સીતાદા, (૯, નારી, (૧૦) નરકાન્તા, (૧૧) સુવર્ણકૂલા, (૧૨)
ધ્યકલા, (૧૩) રકતા, અને (૧૪) રકતદા નામની ૧૪ મહાનદીઓ નીકળે છે. જે નદીઓ તે સાત ક્ષેત્રમાં વહે છે. ભારત ક્ષેત્રમાં ગંગા અને સિંધુ હૈમવત ક્ષેત્રમાં રોહિત અને હિતાંસા, હરિવર્ષમાં હરિત્ અને હરિકાન્તા, વિદેહ ક્ષેત્રમાં સીતા અને સીતા, રમ્યક વર્ષ માં નારી અને નરકાન્તા, હૈર
યવત વર્ષમાં સુવર્ણકૂલા અને રુખ્યકૂલા, તથા ઐવિત ક્ષેત્રમાં રકતા અને રકતવતી (રકતદા), આ બન્ને મહાનદીઓ વહે છે. તેમાંથી પહેલી, બીજી અને એથી નદી પદ્મહદમાંથી નીકળે છે, ત્રીજી અને છઠ્ઠી નદી (રહિત અને હરિકાન્તા ) મહાપદ્મહદમાંથી નીકળે છે, પાંચમી અને આઠમી (હરિતુ અને સીદા) મહાનદીએ તિગિચ્છ હદમાંથી નીકળે છે, સાતમી અને દશમી (નારી અને યકૃલા ) મહાપુંડરીક હદમાંથી નીકળે છે, તથા અગિયારમી, તેરમી અને ચૌદમી (સુવર્ણકૂલા, રકતા, રકતદા) મહાનદીઓ પુંડરીક હદમાંથી નીકળે છે. જે ૨ છે
કાલલક્ષણ પર્યાય ધર્મકા નિરૂપણ
જંબદ્વીપને અધિકાર ચાલી રહ્યો છે અને ક્ષેત્રવ્યપદેશ્ય પુદ્ગલ ધર્મને અધિકાર ચાલુ છે. તે સંબધને અનુલક્ષીને હવે સૂત્રકાર જમ્બુદ્વીપમાં આવેલાં ભરતાદિ ક્ષેત્રના અનેક કાળરૂપ પર્યાયધની પ્રરૂપણ કરે છે–
“જ્ઞપુરી ઈત્ય દિ– - જંબુદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ, આ બે કાળ હોય છે. જે કાળમાં જીવોને ઉપગ, આયુ અને શરીર આદિ ઉત્તરોત્તર ઉત્સર્ષણશીલ (વૃદ્ધિ પામતાં) હોય છે તે કાળને ઉત્સર્પિણી કાળ કહે છે, જેમાં તે બધાં અવસર્ષણશીલ હોય છે તે કાળને અવસર્પિકાળ કહે છે. તે પ્રત્યેક કાળના ૬-૬ ભેદ છે, તે પ્રત્યેક ભેદનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે અતીત ઉત્સર્પિણી કાળને જે સુષમ દુષમા નામને ત્રીજે ભેદ છે તે બે કેડાછેડી–સાગરોપમ કાળપ્રમાણનો હતો. એજ પ્રમાણે આ વર્તમાન અવસર્પિણમાં પણ બે કાકડી-સાગરોપમને જ છે. તથા ભવિષ્યમાં જે ઉત્સર્પિણી આવશે તેમાં પણ તે એટલા જ પ્રમાણને
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧૮૦