________________
જબૂદ્વીપના મંદર પર્વતની ઉત્તર દિશામાં જે નીલ વર્ષધર પર્વત છે. તેમાં પણ નિલરકૂટ અને ઉપદર્શનાકૂટ નામના બે ફૂટ છે. તે બનને કૂટ પણ બહસમ આદિ વિશેષણવાળાં છે. એ જ પ્રમાણે રુકિમ વર્ષધર પર્વત પર પણ રુકિમણૂટ અને મણિકંચનકૂટ નામના બે ફૂટે છે. તે બને ફૂટ પણ બસમ આદિ વિશેષાવાળાં છે. એ જ પ્રમાણે શિખરી વર્ષધર પર્વત પર પણ શિખરીકટ અને તિબિછકૂટ નામના બે ફૂટ છે. તેઓ પણ બહુમ આદિ પૂર્વોકત વિશેષણોથી યુકત છે.
ટકાથ –-આ સૂત્રની વ્યાખ્યા સરળ છે. હિમાવાન આદિ પર્વતને વર્ષધર કહેવાનું કારણ એ છે કે હિમવાન આદિ પર્વત પિતાની બન્ને બાજુએ આવેલાં ક્ષેત્રની મર્યાદા કરે છે–એટલે કે તેમની સીમા બતાવે છે અને તેમને અલગ પાડે છે. જેમકે દક્ષિણ દિશામાં આવેલા ભરતક્ષેત્ર અને હૈમવત ક્ષેત્રની વચ્ચે ક્ષુદ્ર હિમવાનું પર્વત છે. એ જ પ્રમાણે હૈમવત અને હરિવર્ષ ક્ષેત્રની વચ્ચે, સીમા પર મહાહિમવાન પર્વત છે. હરિવાર અને મહાવિદેહ ક્ષેત્રની વચ્ચે નિષધ પર્વત છે, વિદેડ અને રમ્યક ક્ષેત્રની વચ્ચે નીલવાન પર્વત છે, રમ્યક અને હૈરણ્યવત ક્ષેત્રની વચ્ચે કિમ પર્વત છે અને હૈરણ્યવત અને અરવત ક્ષેત્રની વચ્ચે શિખરી પર્વત છે. આ રીતે આ પર્વતે બન્ને ક્ષેત્રેની મર્યાદા કરે છે.
સુમેરુ પર્વતની દક્ષિણ દિશામાં ભરત, હૈમવત અને હરિવર્ષ ક્ષેત્રે છે, અને ઉત્તર દિશામાં રક, હૈરણ્યવત અને એરવત ક્ષેત્રે છે. વિદેહ ક્ષેત્રમાં દેવકુરુ દક્ષિણ દિશામાં અને ઉત્તર કુરુ ઉત્તર દિશામાં છે. કાલચકનું પરિવર્તન માત્ર ભરતક્ષેત્ર અને એરવત માં જ થાય છે, બાકીના ક્ષેત્રોમાં થતું નથી. તે બાકીનાં ક્ષેત્રોમાં નિવાસ કરનારા જીના ઉપભોગ, આયુ, શરીરનું પ્રમાણ આદિ સદા એકસરખું જ રહે છે. હૈમવત ક્ષેત્રમાં જીવનું આયુષ્ય એક પલ્સ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૭૩