________________
છે. તેમનાં નામ સૌમનસ અને વિધુભ છે. તે બને પર્વત પણ બહુ સમ આદિ પૂર્વોક્ત વિશેષણથી સંપન્ન છે. જંબુદ્વીપના સુમેરુ પર્વતની ઉત્તર દિશામાં ઉત્તર કુરુના પૂર્વ અને પશ્ચિમ તરફના ભાગોમાં અશ્વસ્કન્ધના જેવાં અર્ધચન્દ્રાકારના બે વક્ષસ્કાર પર્વતે આવેલાં છે, તેઓ પણ બહુસમ આદિ પૂર્વોક્ત વિશેષણવાળા છે. તેમનાં નામ ગંધમાદન અને માલ્યવાન છે.
એજ પ્રમાણે જંબુદ્વીપના સુમેરુની ઉત્તર-દક્ષિણ દિશા તરફ બે દીર્થ વૈતાઢય પર્વત કહ્યાં છે. તે બને પર્વતે પણ બહુ સમ આદિ વિશેષણવાળાં છે. આદિ પદથી અહીં એ પ્રકટ કરવામાં આવ્યું છે કે તેમાં એક બીજા કરતાં કઈ વિશેષતા અથવા વિવિધતા નથી. લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ, ઉદ્વેષ, સંસ્થાન અને પરિધિની અપેક્ષાએ પણ તે બન્નેમાં સમાનતા રહેલી છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે-(૧) ભરત દીર્ઘ વૈતાઢય અને (૨) અરવત દીધું વતાઢય. ભરત દીવ વૈતાઢયમાં બે ગુફાઓ છે. તે અને ગુફાઓ બસમાં આદિ વિશેષણવાળી છે. તેમનાં નામ આ પ્રમાણે છે-તમિસ્રા ગુફા અને. ખંડકપ્રપાત ગુફા. તે ગુફાઓમાં મહદ્ધિક આદિ વિશેષણવાળા બે દેવ રહે છે. તેમની સ્થિતિ પણ એક પલ્યોપમની છે. તેમનાં નામ કૃતમાલ્યક અને નૃત્યમાલ્યક છે.
જંબુદ્વીપના મંદર (સુમેરુ ) ની દક્ષિણ દિશામાં જે સુલ હિમવાન પર્વત છે, તેના ઉપર બે ફૂટ આવેલાં છે. તે બન્ને કૂટ પણ બસમ આદિ વિશેષણથી યુકત છે. લંબાઈ, પહોળાઈ ઉંચાઈ આદિમાં પણ તેઓ સરખાં છે. તેમના નામ આ પ્રમાણે છે-(૧) સુલ હિમવલૂટ અને (૨) વૈશ્રવણકટ.
જબૂદ્વીપના મંદર પર્વતની દક્ષિણ દિશામાં જે મહાહિમવાન પર્વત છે, તેની ઉપર પણ બે કટ કહ્યાં છે. તે પર્વતને વર્ષધર કહેવાનું કારણ એ છે કે તેઓ ક્ષેત્રની મર્યાદા કરે છે. મહાહિમવાન પર્વતના બને કૂટ પણ બહુ સમ આદિ વિશેષણવાળ છે તે અને કૂટોનાં નામ મહાહિમવલ્લંટ અને વૈડૂર્યકૂટ છે. એજ પ્રમાણે નિષધ પર્વત પર પણ બે ફૂટ છે. તે બને કૂટ પણ બસમ આદિ વિશેષણોથી યુક્ત છે. તેમનાં નામ નિષધકૂટ અને રુચકપ્રભકૂટ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
१७२