________________
સ્થાનમાં ઉત્પન્ન થયેલા શબ્દ ખીજા સ્થાનપર પણ સાંભળી શકાય છે. શબ્દ ( અવાજ ) નું આ પ્રકારે પ્રસરણ થવાની વાત વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે. જો કે નૈયાયિક અને વૈશેષિક મતવાદોએ શબ્દને આકાશને ગુણુ માને છે, પરંતુ જૈન સિદ્ધાન્તમાં તેા તેને પુકૂલ દ્રવ્યની વ્યંજન-પર્યાય રૂપ માનવામાં આવેલ છે, અને યુક્તિપૂર્વક વિચાર કરતાં એજ વાત સિદ્ધ થાય છે.
4:
આ શબ્દના ભાષાત્મક અને અભાષાત્મક એવાં બે ભેદ છે. ભાષાપૌષિ નામકર્માંના ઉદયથી ઉત્પાઢિત ( ઉત્પન્ન કરાયેલ ) જે શબ્દજીવના દ્વારા કર વામાં આવે છે તેને ભાષાશખ્સ કહે છે. તેનાથી ભિન્ન જે શબ્દ છે તેને તે ભાષાશખ્સ કહે છે. (૧) ભાષાશબ્દે પણુ અક્ષર સંબદ્ધ અને નાઅક્ષર સ`ખદ્ધના ભેદથી એ પ્રકારના કહ્યો છે. તેમને પણ સાક્ષર અને અનક્ષરરૂપ એ ભેદ યુક્ત કહેવામાં આવેલ છે. જે વિવિધ પ્રકારની ભાષાએ એલચાલમાં આવે છે, જે ભાષાઓમાં શાસ્ત્રો લખાય છે, તેમને ‘ અક્ષર સખદ્ધ સાક્ષર શબ્દ ’ ના પ્રકારમાં ગણાવી શકાય છે. એજ વાત वर्णव्यक्तियुक्तः ” આ પદ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. તેનાથી ભિન્ન જે શબ્દ છે તેને નાઅક્ષર સંબદ્ધ શબ્દ કહે છે. તે દ્રીન્દ્રિય વગેરે પ્રાણીઓના બિનરૂપ હોય છે. દુંદુર્ભિ ( નગારા ) આદિના અવાજને આદ્ય (વાજિંત્રાને ) શબ્દ કહે છે, તથા વાંસ આદિ પરસ્પર અથડાવાથી જે અવાજ થાય છે તેને નાઆતવ શબ્દ કહે છે. વીણા આદિમાંથી જે અવાજ નીકળે છે તેને તતશબ્દ કહે છે, તથા ઢાલ આદિમાંથી જે અવાજ નીકળે છે તેને વિતતશબ્દ કહે છે. (૪) ઘન અને શુષિરના ભેદથી તતશબ્દ એ પ્રકારના કહ્યા છે-કરતાલ, મજિરા આદિથી જનિત જે અવાજ છે તેને ઘનશબ્દ કહે છે અને વાંસળી, શ`ખ આદ્ધિથી જનિત શબ્દને શુષર શબ્દ કહે છે. વિતત શબ્દ પણ ઘન અને શુષિરના ભેદથી એ પ્રકારના છે. કહ્યું પણુ છે કે—“ તતં વોળા”િ ઈત્યાદિ.
નૂપુર ( ઝાંઝર ) આદિ દ્વારા જનિત શબ્દને ભૂષણ શબ્દ કહે છે અને તેના કરતાં ભિન્ન એવાં શબ્દને ભૂષણ શબ્દ કહે છે. હાથાથી તાળી પાડવા આદિ વડે જે શબ્દ થાય છે તેને તાલ શબ્દ કડે છે. પગની એડી વગેરેના પ્રહારથી જે શબ્દ થાય છે તેને લતિકા શબ્દ કહે છે. આ અષ્ટસૂત્રી દ્વારા સૂત્રકારે શબ્દના ભેદોનું નિરૂપણ કર્યું છે. હવે સૂત્રકાર શબ્દોત્પત્તિનાં કારણેાનું નિરૂપણ કરે છે-શબ્દ એ રીતે ઉત્પન્ન થાય છે—સધાતરૂપ અવસ્થાને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૫૫