________________
મંગલાચરણ
સ્થાનાંગસૂત્રને ગુજરાતી અનુવાદ શબ્દાર્થ શિવમ્' ઈત્યાદિ– અજ્ઞ ) રોગરહિત, (ર ) અવ્યાબાધ (કેઈપણ જાતની બાધા રહિત) આનંદનું ઉત્પત્તિસ્થાન, (અમ
૬) હીનાધિકતાથી રહિત એવાં અદ્વિતીય-અનુપમ (શિવ) મુક્તિ ધામને (પ્રાણ) જેમણે પ્રાપ્ત કરેલ છે ( જિનેન્દ્રનું વીરમ ) એવાં જિનેન્દ્ર વીરનેઅન્તિમ તીર્થકર મહાવીરને (મિ) હું નમસ્કાર કરું છું, કારણ કે તેમણે (નવૃિત્વમ) આઠ કમરૂપી શત્રુઓને સર્વથા નાશ કરી નાખ્યો છે (યતિરિતમ્) અને તે કારણે તેઓ સંસારરૂપી સમુદ્રમાં ડૂબાડનાર પાપરૂપી ભારથી બિલકુલ રહિત થઈ ચુક્યા છે, (વિરાકાષ્ઠતમ્) તન્દ્રારૂપ પ્રમાદથી તેમણે પિતાની રક્ષા કરી છે, (જ્ઞાનાન્ન ) કેવળજ્ઞાનરૂપ જ્યોતિ વડે તેમણે આત્માને આલેકિત કર્યો છે અને તે કારણે જ (મુનીન્) તેઓ મુનીન્દ્ર બનીને (મવિમુરમ) ભવ્યજી રૂપી કુમુદને માટે ચન્દ્રસમાન ગણાયા છે.
શ્લેકાર્થ–આ શ્લેક દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે આત્મા પિતાનો વિકાસ કેવી રીતે સાધી શકે છે, અને એ જ આત્મવિકાસને પંથે આગળ વધીને વીર પ્રભુ ખરા અર્થમાં મહાવીર કેવી રીતે બન્યા. આત્મવિકાસનું સર્વ પ્રથમ સોપાન (પગથિયું) તન્દ્રારૂપ પ્રમાદના ત્યાગને બતાવ્યું છે. “વિતરઢત” આ પદથી એજ વાત પ્રકટ કરવામાં આવી છે. “તન્ના” આ પદ દ્વારા પાંચ પ્રમાદેને ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ તન્દ્રા (આળસ –પ્રમાદ–અસાવધાનતા) જ આત્માના પતનના કારણરૂપ બને છે. આત્માના ઉસ્થાનના વિષયમાં આળસ કરવાથી અને અસાવધાન રહેવાથી આત્માને વિકાસ અટકી જાય છે. શાસ્ત્રકારોએ પ્રમાદના અનેક પ્રકાર કહ્યા છે. જે મેક્ષાભિલાષી ( મુમુક્ષુ) જીવ પ્રમાદ પર ધીરે ધીરે વિજય પ્રાપ્ત કરે છે, તે ત્યારથી જ પોતાના વિકાસને પ્રારંભ કરી નાખે છે. આત્મા જ્યારે વિજિતપ્રમાદ થઈ જાય છે, ત્યારે તે ક્ષપકશ્રેણુ પર આરોહણ કરીને, જે આઠકર્મો અનાદિ કાળથી એજ પ્રમાદરૂપ મિત્રોની સહાયતાથી તેના આત્માને વળગેલાં
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧