________________
છે. પૃથ્વી જ જે જીવનું શરીર હોય છે તે જીવોને પૃથ્વીકાયિક કહે છે. તે પૃવીકાયિકમાં જેમને સૂમ નામકર્મને ઉદય હોય છે, તે જ સૂક્ષમ પૃથ્વી. કાયિક હોય છે. તે સૂમ પૃથ્વીકાયિક જીવ સર્વ લેકમાં વ્યાપેલા છે. જે પૃથ્વીકાયિકમાં બદર નામકર્મને ઉદય હોય છે, તે પૃથ્વીકાયિકને બાદર પ્રકાયિક જી કહે છે. તેઓ લેકના એક દેશ–પૃથ્વી, પર્વત આદિકમાં રહે છે.
અy (પાણી) જ જેમનું શરીર છે, એવાં જીને અપૂકયિક કહે છે. તેજ જ જેમનું શરીર છે, એવાં જીવોને તેજસ્કાયિક કહે છે, વાયુ જ જેમનું શરીર છે, એવાં જીને વાયુકાયિક કહે છે. અને વનસ્પતિ જ જેમનું શરીર છે, એવાં અને વનસ્પતિકાયિક કહે છે. પૃથ્વીકાયિકની જેમ અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીમાં પણ સૂમ અને બાદરના બેટથી વિવિધતા જાણવી. એજ વાત સૂત્રકારે “વનરાતિવાચા ત્રિવિધા પ્રાપ્ત ક્યા વાતા” આ સૂત્રાશ દ્વારા પ્રકટ કરી છે.
હવે સૂત્રકાર પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકયિક પર્યન્તના જીવમાં બીજી રીતે પણ દ્વિવિધતાનું કથન કરે છે–
પૃથ્વીકાયિકથી લઈને વનરપતિકાયિક પર્યન્તના જીવ પર્યાપ્તક અને. અપર્યાપ્તકના ભેદથી પણ બબ્બે પ્રકારનાં કહ્યાં છે. જે જીવેમાં પર્યાપ્ત નામ કર્મને ઉદય હોય છે તેમને પર્યાપ્તક અને જેમને પર્યાપ્ત નામકર્મને :ઉદય હોતે નથી તેમને અપર્યાપ્તક કહે છે. આહારાદિ પુદ્ગલેને ગ્રહણ કરવાની અને તેમને પરિણાવવાના હેતુભૂત આત્માની જે શક્તિ હોય છે, તેનું નામ પર્યાપ્તિ છે. તે પર્યાપ્તિ આહાર, શરીર, ઇન્દ્રિય, આનપ્રાણ, ભાષા અને મનના ભેદથી છ પ્રકારની હોય છે. પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના પાંચ સ્થાવર જીવોમાં ચાર પર્યાપ્તિનો સદૂભાવ હોય છે. ભાષા પર્યાપ્તિ અને મન પર્યાસિને તે જીવમાં અભાવ હોય છે. સંસી પચેન્દ્રિય જીવેમાં ૬ પર્યાપ્તિ હોય છે. કહ્યું પણ છે કે –“આહાર લવિંચિ” ઈત્યાદિ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧ ૩૪