________________
શંકા–“ નજ્ઞાનાત્રિતiાંતિ મોક્ષમા” આ સિદ્ધાન્ત અનુસાર તે સમ્યગ્દર્શનને પણ મોક્ષપ્રાપ્તિમાં કારણભૂત કહ્યું છે. છતાં અહીં આપ કહે છે કે “ જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષઃ ” જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે, આ સિદ્ધાન્ત કથનથી વિરૂદ્ધ પડતું નથી ? જો એમ કહેવામાં આવે કે બે સ્થાનના અનુરોધથી એવું કહેવામાં આવ્યું છે, તે એ પણ ગળે ઉતરતું નથી, કારણ કે “વિજ્ઞાણ વેર રોળ જેવ” આ નિર્દેશ અહીં અવધારણપરક છે.
ઉત્તર-અહીં વિદ્યાપદ દ્વારા દર્શન પણ ગ્રહણ થઈ ગયું છે, કારણ કે સમ્યગ્દર્શન જ્ઞાનના ભેદરૂપ છે. “અવબોધાત્મક મતિ જ્યારે અનાકારરૂપ સામાન્ય જ્ઞાનરૂપ હોય છે, ત્યારે તેને અવગ્રહ અને ઈહા રૂપે ઓળખવામાં આવે છે, તે બનેને દર્શન જ કહેવાય છે. અને જ્યારે તે અવબોધાત્મક મતિ જ્યારે સાકાર થાય છે, ત્યારે તેને અવાય, ધારણા કહેવાય છે. એ બન્નેને પણ જ્ઞાનરૂપ કહ્યાં છે. અને જ્યારે નિશ્ચયાત્મક મતિ થાય છે, ત્યારે અવાય છે પ્રકારનું થાય છે (૧) રુચિરૂપ અને (૨) અકામ ( સામાન્ય જ્ઞાન) રૂપ. તેમાં જે રુચિરૂપ અંશ છે તે સમ્યગ્દર્શન છે અને જે અવગમરૂપ અંશ છે તે અવાય છે. આ રીતે અહીં કેઈ વિરોધ સંભવતો નથી. વળી અવાયરૂપ જ્ઞાનમાં સમ્યગ્દર્શનને સમાવેશ થઈ જાય છે. “ વેરશબ્દ અવધારણ અથે વપરાયો છે, તેના દ્વારા એ બતાવવામાં આવ્યું છે કે જ્ઞાન અને ચારિત્રના અર્થાત્ આ બનનેના મેળ સિવાયનો બીજે કઈ પણ ઉપાય નથી કે જેના દ્વારા મોક્ષ પ્રાપ્તિ કરી શકાય. | સૂ. ૭ છે
કયા કારણેને લઈને આત્મા, જ્ઞાન અને ચારિત્રને પ્રાપ્ત કરી શકતું નથી, એ વાતનું હવે સૂત્રકાર નિરૂપણ કરે છે –
આરંભ ઔર પરિગ્રહ કે અનવબાધ એ ધર્માદિલાભ
કા નિરૂપણ
“તો કાળારું પરિવાળા ગાવા નો વિઝિન્નતં” ઈત્યાદિ ઠા
બે સ્થાને (બે વસ્તુઓને) પરિજ્ઞાથી જાણ્યા વિના અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કર્યા વિના આત્મા કેવલિપ્રજ્ઞપ્ત જિનક્તિ ધર્મનું-શ્રતચારિત્ર ૩૫ ધર્મનું શ્રવણ કરી શકતું નથી એટલે કે એવી વ્યક્તિને માટે જિનેક્ત ધર્મનું શ્રવણ દુર્લભ બની જાય છે. એ બે સ્થાન નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવ્યાં છે-“આvમે રેવ પરિ રેવ” (૧) આરંભ અને (૨) પરિગ્રહ, ખેતી આદિ ક્રિયા દ્વારા છકાયના જીવોનું ઉપમર્દન કરવારૂપ જે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૧૭