________________
સુવિ vજણાળે વળ” ઈત્યાદિ ૬
પ્રત્યાખ્યાન બે પ્રકારનાં કહ્યાં છે. કોઈ કઈ છે મનથી પ્રત્યાખ્યાન કરે છે અને કઈ કઈ જ વચનથી પ્રત્યાખ્યાન કરે છે. ત્યાગ કરવા ગ્ય વસ્તુના પચ્ચખાણ કરવા–ગુરુની સાક્ષી પૂર્વક તેની નિવૃત્તિનું કથન કરવું. તે વસ્તુના ભક્ષણ આદિને ત્યાગ કરે, તેનું નામ પ્રત્યાખ્યાન છે.
અથવા–પ્રમાદને ત્યાગ કરીને પિતાની ઈચ્છાથી પ્રવૃત્તિને અમુક સમય પર્યન્ત ગુરુની સમક્ષ ત્યાગ જાહેર કરે તેનું નામ પણ પ્રત્યાખ્યાન છે. જેમકે કન્દમૂળ શિવાયની વસ્તુ અમુક સમય પર્યન્ત ત્યાગ કરવાની જે પ્રતિજ્ઞા કરવી તેનું નામ પ્રત્યાખ્યાન છે. આ પ્રત્યાખ્યાનના દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકાર કહ્યા છે. મિથ્યાદૃષ્ટિ જીવના જે પ્રત્યાખ્યાન હોય છે તે દ્રવ્યપ્રત્યા. ખ્યાન હોય છે અથવા-અનુપયુક્ત સમ્યગ્દષ્ટિના જે પ્રત્યાખ્યાન હોય છે, તે પણું દ્રવ્યપ્રત્યાખ્યાન હોય છે જેમકે નીચે જેવું દૃષ્ટાંત આપ્યું છે તે રાજ. કુમારીના પ્રત્યાખ્યાન, ભાવપ્રત્યાખ્યાન તે ઉપયુક્ત સમ્યગ્દષ્ટિ જીવના જ હોય છે. જો કે તે દેશ, સર્વ, મૂલગુણ અને ઉત્તરસુણના ભેદથી અનેક પ્રકારના હોય છે, છતાં પણ કારણના ભેદથી તેના બે પ્રકાર કહ્યાં છે. કેઈ મનથી પ્રાણાતિપાતને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરે છે, કોઈ વચનથી પ્રાણાતિપાતને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરે છે. બાકીનું સમસ્ત કથન પહેલાંની જેમ જ (ગહની જેમ જ) પ્રતિપાદિત થવું જોઈએ.
દ્રવ્ય પ્રત્યાખ્યાનમેં રાજપુત્રીકા દ્રષ્ટાંત
દ્રવ્ય પ્રત્યાખ્યાનમાં રાજપુત્રીનું દષ્ટાન્ત– કોઈ રાજાએ પિતાની કુંવરીના લગ્ન કર્યા. અમુક સમય પછી તેના પતિનું અવસાન થયું, તેથી તેને પિતા તેને પિતાને ઘેર તેડી લાવ્યું. તેણે તેને આ પ્રમાણે શિખામણ આપી-“બેટી ! આનંદપૂર્વક રહે અને ધર્માચર ણમાં તું તારે સમય વ્યતીત કર ” પિતાની સલાહ પ્રમાણે તે ધર્માચરણ પૂર્વક શાન્તિથી રહેવા લાગી. તે પાખંડીઓને દાન દેતી હતી. એક વખત વર્ષાકાળને સમય આવી પહોંચતાં તેને એ વિચાર આવ્યું કે આ માસાને કાળ તે ધર્મ કરવા માટેનો કાળ છે, મારે આ કાળ દરમિયાન માંસ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧૧૦