________________
ઘાતક કહે છે. (૭) દ્રોણમુખઘાત-જળ અને સ્થળ માર્ગથી યુક્ત સ્થાનને દ્રોણમુખ કહે છે, તેને ઘાત કરવા વાળાને દ્રોણમુખઘાતક કહેવાય છે. (૮) પત્તનઘાત-સઘળી વસ્તુઓની પ્રાપ્તિના સ્થાનને પત્તન કહેવાય છે. તેને ઘાત કરવાવાળો પત્તનઘાતક કહેવાય છે.
(૯) નિગમઘાત-અનેક વાણિક જનોથી વસેલા પ્રદેશને નિગમ કહેવાય છે. તેને ઘાત કરવાવાળાને નિગમઘાતક કહેવાય છે. (૧૦) આશ્રમઘાત -તાપસના રહેવાના રથાનને આશ્રમ કહેવાય છે. તેને ઘાત કરવાવાળાને આશ્રમ ઘાતક કહેવાય છે. (૧૧) સંવાહ ઘાતખેડુતે દ્વારા અનાજના રક્ષણ માટે બનાવવામાં આવેલ દુર્ગભૂમિસ્થાન, અથવા પર્વતના શિખર પર પહેલા મનુષ્યના નિવાસ રૂ૫ સ્થળ વિશેષ અથવા જેમાં જ્યાં ત્યાંના મુસાફરે આવીને નિવાસ કરે એવા સ્થળ વિશેષને સંવાહ કહે છે, તેને ઘાત કરવાવાળાને સંવાહ ઘાતક કહેવાય છે. (૧૨) સન્નિવેશ ઘાત-જેમાં મુખ્ય રીતે વેપારિ રહેતા હોય તેવા સ્થળ વિશેષને સન્નિવેશ કહે છે, તેને ઘાત કરનારને સન્નિવેશ ઘાતક કહે છે. અથવા રાજધાનીના ઘાતના સમયે જે ચાર ન હોય તેને ચેર માનીને મારી નાખે છે. અર્થાત રાજધાની વિગેરેના ઘાતના સંબંધમાં વાસ્તવિક રીતે જે ઘાત કરનારા હોય, તે કયાંય ભાગી ગયેલ હોય, અને જેણે ઘાત ન કર્યા હોય અને દેવવશાત્ તે ક્યાંયથી ત્યાં આવી ગયેલ હોય રાજપુરૂષો તેને જ ગેર માનીને દંડ આપે છે, તે તેને દષ્ટિવિપર્યય દંડ કહેવાય છે, દષ્ટિના વિપર્યાસથી દંડ દેવાવાળાને તેના નિમિત્તે પાપકર્મને બંધ થાય છે. આ રીતે આ દષ્ટિ વિપર્યાય દંડ નામનું પાંચમું ફિયાસ્થાન છે. દા
(૨) મૃષા પ્રત્યાયિક ક્રિયાસ્થાન “મહાવરે ૪ જિરિયળે” ઈત્યાદિ
ટીકાર્થ–પાંચમું ક્રિયાસ્થાન કહ્યા પછી હવે આ છઠ્ઠા ફિયાસ્થાનનું નિરૂપણ કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે.-છઠ્ઠા ફિયાસ્થાન મૃષાવાદના નિમિત્તથી થાય છે તેથી જ તે મૃષાવાદ પ્રત્યયિક કહેવાય છે. તે આ પ્રમાણે છે-કેઈ પુરૂષ પિતાને માટે, જ્ઞાતિજનો માટે, ઘર માટે, પરિવાર અર્થાત પુત્ર, કલત્ર, નેકર, ખાટલા વિગેરેના નિમિત્તે પતે અસત્ય બોલે છે, બીજા પાસે અસત્ય વચન બેલાવે છે, અથવા મિથ્યા ભાષણ કરવાવાળાનું
શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪
૫૬