________________
અર્થ છે. કિયા બે પ્રકારની હોય છે. દ્રવ્યક્રિયા અને ભાવક્રિયા ઘટ પટ, વિગેરેની ક્રિયાથી લઈને શરીરના અંત સુધીની ક્રિયા દ્રવ્ય ક્રિયા કહેવાય છે. ભાવક્રિયા આઠ પ્રકારની હોય છે. તે આ પ્રમાણે છે. પ્રયોગ ૧, ઉપાય કરણીય ૩, સમુદાન ૪, ઇયપથ પ, સમ્યફવ ૬, અને સમ્યફ મિથ્યાત્વ છે, કિયા ૮, આ ફિયાઓનું સ્વરૂપ સૂત્રકાર પોતે જ પ્રસંગે પાત યથાસ્થાન પ્રતિપાદન કરશે. આ ક્રિયાઓનું સ્થાન ક્રિયાસ્થાન કહેવાય છે. ચાલુ આ બીજા અધ્યયનમાં આ ક્રિયા સ્થાનનું જ વ્યાખ્યાન કરવામાં આવશે તે પછી શાલતા વિગેરે દેથી રહિત સૂત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ આ અધ્યયનનું પહેલું સૂત્ર “યુથે બે ગાઉં તે' ઈત્યાદિ છે.
ટીકાર્થ_શ્રી સુધર્માસ્વામી જબૂસ્વામી વિગેરે પિતાના શિખેને કહે છે કે– હે શિ ! આયુષ્યમાન ભગવાન મહાવીર તીર્થંકરે આ પ્રમાણે કહ્યું છે. ભગવાને જે કહ્યું તે મેં સાંભળ્યું છે. એ જ કિયાસ્થાનનું સ્વરૂપ હું તમને કહું છું તે તમે સાવધાન ચિત્તવાળા થઈને સાંભળો.
આ જીન શાસનમાં ક્રિયાસ્થાન નામનું અધ્યયન કહેવામાં આવેલ છે. તેનો અર્થ એ છે કે-સામાન્ય પણાથી બે સ્થાને આ પ્રમાણે કહેવામાં આવે છે તે બે સ્થાન ધર્મ અને અધર્મ એ છે. ઉપશાંત અને અનુ શાંત અર્થાત્ ઉપશાંત ધર્મસ્થાન અને અનુપશાન ધર્મસ્થાન તેમાં પહેલાં અધર્મ સ્થાનને અર્થ આ પ્રમાણે કહેલ છે
પ્રાયઃ સઘળા લોકો પહેલાં અધર્મમાં પ્રવૃત્ત હોય છે. અને પછી સહુ પદેશ પામીને ધર્મમાં પ્રવૃત્ત થાય છે. તેથી અધર્મ પક્ષ પહેલા કહેલ છે.
આ લેકમાં જરૂર પૂર્વ વિગેરે સઘળી દિશા અને વિદિશાઓમાં અનેક પ્રકારના મનુષ્ય હોય છે. જેમકે –કે આય હેય છે. કેઈ અનાર્ય હોય છે. કેઇ ઉચ્ચ ગોત્રવાળા હોય છે. કેઈ નીચા નેત્રવાળા હોય છે. કોઈ લાંબા શરીરવાળા તે કઈ ઠીંગણું શરીરવાળા હોય છે કે બ્રાહ્મણ વિગેરે ઉંચ વર્ણવાળા અને કેઈ નીચા વર્ણવાળા હોય છે. કોય સુંદર રૂપ વાળા અને કોઈ કદરૂપા એટલે કે ખરાબ રૂપવાળા હોય છે. આ અનેક પ્રકારના મનુષ્યને પાપકર્મ કરવાની ઈચ્છા થાય છે. એ જોઈને નારકે,
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૪૯