________________
સંબંધ હેત નથી. અને વ્યવહાર દૃષ્ટિથી એ કઈ જીવ આ સંસારમાં દેખાતું નથી, કે જેની સાથે અનન્ત, અનન્ત વાર બધા જ પ્રકારના સંબંધો થઈ ચૂકયા ન હોય? આવી સ્થિતિમાં કોને શું કહી શકાય ?
બુદ્ધિશાળી પુરૂષ એ પણ વિચાર કરે કે–જ્ઞાતિ-સંગ તે આમ પણ બહારને પદાર્થ છે, પણ તેનાથી વધારે નજીક તે આ મારા હાથ છે પગ છે, મારા બાહુ છે, મારી ઉરૂ–જાંઘ છે, મારું પેટ છે, મારું માથુ છે. મારો શીળ છે, મારું આયુષ્ય છે, મારૂં બળ છે, મારો વર્ણ છે, મારી ચામડી છે, મારી કાંતિ છે, મારા કાન છે, મારી આંખે છે, મારું નામ છે, મારી જીભ છે, મારી સ્પર્શન ઇન્દ્રિય છે. આ રીતે જીવ પોતાના શરીરમાં મમત્વભાવ (મારાપણું) ધારણ કરે છે, મારૂં મારૂં કરતાં જીવનું સંપૂર્ણ આયુષ્ય ઓછું થઈ જાય છે, અને શરીર પણ જીર્ણ થઈ જાય છે. કહ્યું પણ છે કે—અને એ પણ એ ઈત્યાદિ
મારૂં અશન–આહાર છે, મારું વસ્ત્ર છે, મારી સ્ત્રી છે, મારે બંધુ વર્ગ છે, આ પ્રમાણે હું અને મારું મારું કરતા કરતા પુરૂષ રૂપી બકરાને કાળ રૂપી વરૂ ખાઈ જાય છે.
તે મનુષ્ય આયુથી, બળથી વર્ણથી, ચામડીથી, કાંતિથી કાનેથી યાવત સ્પર્શથી રહિત થઈ જાય છે. તેની સંધિ ઢીલી પડી જાય છે, હાડકાનું જોડાણુ નરમ ઢીલા પડી જાય છે. ચામડીમાં સળવળાટ આવી જાય છે. અને કાળા કાળા વાળ સફેદ થઈ જાય છે, અને જે આ ઉત્તમ આહાર દ્વારા વધારેલું શરીર છે, તેને પણ અનુક્રમથી ત્યાગ કરવો જોઈએ.
આ પ્રમાણે વિચાર કરીને અર્થાત્ ખેતર વિગેરે તથા બલ્લુ વર્ગ અને બાંધવ વર્ગ વિગેરે તથા શરીર વિગેરેના અનિત્ય પશુને સમજીને તેના પર મમતા પણું ન કરે. અને ભિક્ષા ચર્ચા માટે ઉદ્યમ કરવા તૈયાર થઈ જાય. તે જીવ અને અજીવ તથા ત્રસ અને સ્થાવર એમ બન્ને પ્રકારના જીવને જાણી લે ૧૩
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૩૯