________________
તે ત્રણે કાળમાં પણ તેનાથી જુદી થતી નથી, જેમકે ઠંડા પણું તે જલના ધર્મ છે, તે શીતલ પશુ જલના ત્યાગ કરતું નથી. જો આ ખેતર, મકાન, વિગેરે સાધના મારા નિજ સ્વરૂપ હાત તા સદાકાળ મારી સાથે જ રહેત મારા ત્યાગ કરીને તે જાત નહી. પરંતુ એવું જોવામાં આવતુ' નથી, હું' વિદ્યમાન રહું છું, તેા પણ આ મને છોડીને ખીજે ચાલ્યા જાય છે. મારી હાજરીમાં જ તે બીજાના બની જાય છે. મારા મરી જવાથી અથવા ખીજે જવાથી આ અહીજ રહી જશે. જ્યારે હું દુઃખી અનુ છુ. તા આ મારૂ રક્ષણુ કરી શકતા નથી. તેથી જ તેને ગ્રહણ કરવુ તે મને ચેાગ્ય નથી, વાસ્તવિક રીતે આ કામભોગેાના સાધના સુખને આપવાવાળા હાતા નથી, તેના આશ્રાથી અંતઃકરણમાં ઘાર અશાંતિ અને વ્યાકુળપણું ઉત્પન્ન થતું રહે છે. તે મને મારા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ તરફે જુકવા-વળવા દેતા નથી. હું મારા જીવનના અમૂલ્ય સમય આની રક્ષા અને તેને વધારવામાં જ વીતાવી રહ્યો છું. પરંતુ તેના ખદલામાં તેનાથી શુ' મેળવું છું? આ લેશમાત્ર પશુ શાંતિ આપી શકતા નથી, તેથી જ તેને ગ્રહણ ન કરવુ... અને પેાતાનું ન માનવુ' એજ મારા માટે કલ્યાણ કારક છે. જેથી હું તેના ત્યાગ કરી દઈશ. બુદ્ધિમાન પુરૂષ આ પ્રમાણે સમજે કે—ખેતર, મકાન, વિગેરે પદાર્થો તા મારાથી જુદા છે જ, પરંતુ આ પદાર્થાંથી પણ જે વધારે નજીક છે જેમકે-આ મારી માતા છે, મારા પિતા છે, મારા ભાઈ છે, મારી બહેન છે, મારી સ્ત્રી છે, મારા પુત્રો છે, મારા નાકર ચાકર છે. મારા પૌત્રો છે. પુત્રવધૂ એ છે, પ્રિયજને છે, સખા છે. આગળ પાછળના પરિચિત અને સંબંધી વર્ગ છે, સ્વજન-અર્થાત્ પૂર્વાપરના પરિચયવાળા માતા પિતા વિગેર સંબન્ધી અર્થાત્ પછીના સંબંધ વાળાઓ જેમકે સાસરા વિગેરે અને સસ્તુત
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૩૬