________________
રૂપ કિયાએ હેય છે. વિશેષ શું કહી શકાય, તરણાનું હલવું જેવી ક્રિયા પણ તેનાથી જ થાય છે. અમારા મત પ્રમાણે પાંચ મહાભૂતથી જ ક્રિયા, અક્રિયા, સુકૃત, દુષ્કૃત, કલ્યાણ અકલ્યાણ, સાધુ, અસાધુ સિદ્ધિ અસિદ્ધિ નરક અનરક એટલે સુધી કે તરણનું હલન પણ પાંચ મહાભૂતેથી જ થાય છે. તેના સિવાય અન્ય કાંઈજ નથી, તે ભૂત સમુદાયને જુદા જુદા નામથી જાણવા જોઈએ. તે નામ આ પ્રમાણે છે–પૃથ્વી નામને પહેલે મહાભૂત છે, જલ બીજો મહાભૂત છે તેજ ત્રીજે મહાભૂત છે, વાયુ ચેથે મહાભૂત છે. અને આકાશ પાંચ મહાભૂત છે. આ રીતે આ પાંચ મહાભ છે. આ મહાભૂતે કોઈનાથી ઉત્પન્ન થતા નથી. પરંતુ અનિર્મિત બન્યા નથી. અનિર્માપિત છે. અર્થાત કોઈનાથી બનાવેલ નથી અમૃત છે. કૃત્રિમ નથી. અનાદિ છે. અનંત (વિનાશ રહિત) છે. અપુરહિત છે, અર્થાત્ તેને કઈ પ્રેરણા કરવા વાળા નથી. સ્વતંત્ર છે. શાશ્વત છે. પિત પિતાનું કાર્ય કરવામાં સમર્થ છે.
કઈ કઈ પાંચ મહાભૂત સિવાય છ આત્મતત્વને પણ સ્વીકાર કરે છે. તેઓનું કથન એવું છે કે-સને વિનાશ થતો નથી. તથા અસની ઉત્પત્તિ થતી નથી. ભૂતવાદીને મત બતાવીને આ સાંખ્યમત બતાવેલ છે. કેમકે તેઓ પાંચ મહાભૂતથી ભિન્ન આત્માને પણ સ્વીકારે છે.
હવે પાંચ મહાભૂત વાદીના મતને ઉપસંહાર કરતા થકા કહે છે. બસ આટલું જ (પાંચ મહાભૂત જ) જીવકાય છે. એટલું જ અસ્તિકાય અર્થાત અસ્તિત્વ છે. આટલે જ સંપૂર્ણ લેક છે. આ પાંચ મહાભૂત જ લેકનું પ્રધાન કારણ છે. વિશેષ શું? તૃણની ઉત્પત્તિ, તરણનું હલવું અને તરણનું ચાલવું. એ પણ મહાભૂતનું જ કાર્ય છે. તેના સિવાય અન્ય કોઈ જ કારણ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪