________________
જેમ કે પુરૂષ અરણી નામના કાષ્ઠમાંથી અગ્નિને બહાર કઢાડીને બતાવી દે છે, કે હે આયુષ્મન આ અરણું છે, અને આ અગ્નિ છે. એજ પ્રમાણે એવું બતાવનાર કઈ પુરૂષ નથી કે-આ આત્મા રહ્યો અને આ શરીર રહ્યું. અર્થાત્ જેમ અગ્નિ અને અરણીમાં ભેદ જણાઈ આવે છે. એ રીતે દેહ અને આત્મામાં ભેદ જણાતું નથી. તેથી જ આત્મા અને શરીર અને અલગ અલગ નથી પણ એક જ છે.
આ પ્રમાણે આત્માની અલગ સત્તાની ખાત્રી થતી નથી, જેથી શરીરથી જ આત્મા નથી એજ પક્ષ ચગ્ય છે. આ પ્રમાણે જીવ ભિન્ન છે, અને શરીર ભિન્ન છે, એવું કહેનારાઓનું કથન સમીચીન લાગતું નથી. તે કથન મિથ્યા છે.
આ ચાર્વાક મત (નાસ્તિક મત–વાદ) ને ઉલેખ કરેલ છે, શરીર અને આત્માને એક હોવાનું સ્વીકારીને આ નાસ્તિકે બીજાઓને હિંસાને ઉપદેશ આપે છે. તેજ બતાવે છે.–તે નાસ્તિક લેકે સ્વયં અને ઘાત કરવા વાળા હોય છે. અને તેઓને મારે” વિગેરે પ્રકારથી ઉપદેશ આપીને હનનક્રિયામાં બીજાઓને પ્રેરક થાય છે. તેઓ કહે છે કે–દે, છેદન કરે, બાળે, પકા, લુંટે, ખૂબ લુંટે વગર વિચારે મારી નાખે, વિપરામર્શ કરે વિગેરે, આ શરીર જ જીવ છે, પરલોક નથી, કે જેથી હિંસા વિગેરે પાપ કરતાં ડરવું પડે. તેઓ ઉલટી વાત કરતાં કહે છે કે-ક્રિયા, અક્રિયા, સુકૃત, દુકૃત, ભલું, બુરું, સારું કે ખરાબ, સિદ્ધિ કે અસિદ્ધિ, નરક, અનરક, વિગેરે કંઈજ નથી. આ પ્રમાણે કહીને તેઓ ધર્મ, અધર્મનું અસ્તિવ પણ
સ્વીકારતા નથી. તેઓ અનેક પ્રકારના કર્મોને સમારંભ કરીને અનેક પ્રકા. રના કામોનું સેવન કરે છે. અથવા વિષને ભેગા કરવા માટે અનેક પ્રકારના દુષ્કૃત્ય-ખરાબ કામ કરે છે. તે નારકી પરલેક તથા પુણ્ય અને પાપને ભૂલીને–અજ્ઞાનથી તેને અનાદર કરીને આ રીતે ધૃષ્ટપણું કરે છે. તેઓ ઘેરથી નીકળીને અને દીક્ષા લઈને સાધુને વેશ ધારણ કરી લે છે. અને બીજાઓની સામે એવું સમર્થન કરે છે કે--અમારે ધર્મ જ સર્વથી ઉત્તમ છે.
તે શરીરના આત્મવાદ પર શ્રદ્ધા-વિશ્વાસ કરતા થકા પ્રતીતિ-ખાત્રી કરતા થકા, કેઈ કઈ રાજા વિગેરે તેઓને કહે કે હે શ્રમણ ! અથવા હે
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૩