________________
તેમાંથી પહેલાં શરીરને જ જીવ માનવા વાળાઓના પક્ષના સંબંધમાં કથન કરે છે –પગના તળિયાની ઉપર, કેશ–વાળના અગ્ર ભાગની નીચે અને તિછ ભાગમાં ચામડી સુધી જ જીવ છે, અર્થાત્ શરીર રૂપ પરિણામથી ચક્ત કાયા-શરીર જ જીવ છે. શરીરથી જુદા જીવનું અસ્તિત્વ-હેવાપણું માનવામાં કઈ જ પ્રમાણ નથી. અન્વય અને વ્યતિરેક દ્વારા શરીર જ આત્મા છે. શરીરને અન્ત–નાશ થયા પછી કઈ જુદે જીવ મળતું નથી, આ રીતે શરીર જ આત્મા છે. એ પ્રમાણે સિદ્ધ થાય છે. શરીર જ આત્મા છે, આ સંબંધમાં અનેક દૃષ્ટાંતે બતાવે છે. અને તેનાથી એ સિદ્ધ કરે છે કે-શરીર જ જીવ છે. અવય અને વ્યતિરેકથી જ તેઓ શરીર જ જીવ છે, તેમ બતાવે છે. પગના તળીયાના ભાગથી ઉપર અને વાળના અગ્ર ભાગની નીચે અને તિરછા ચામડીના ભાગ સુધી જીવ છે, શરીર જ જીવના સપૂર્ણ પર્યાય છે. કેમકે શરીર જીવતું રહે ત્યારે જીવ જીવે છે. અને શરીર મરી જાય ત્યારે જીવ પણ મરી જાય છે. શરીરને નાશ થવાથી જીવ પણ નાશ પામે છે. જ્યાં સુધી શરીર ધારણ કરેલ છે, ત્યાં સુધી જીવ ધારણ કરી શકાય છે. શરીર નાશ પામવાથી જીવ ધારણ કરી શકાતું નથી. શરીરના અંત સુધી જ જીવનું જીવન છે. શરીર જ્યારે નાશ પામે છે, તે બંધ, બાંધવ તેને બાળવા માટે મશાન વિગેરેમાં લઈ જાય છે. શરીર જ્યારે અગ્નિ દ્વારા બાળી નાખવામાં આવે છે, તે કપોતવણું (કબુતરના શરીરના પ્રમાણ) હાંડકાં બાકી રહી જાય છે. મરેલાના શરીરને બાળીને આસન્દી (અથ–ઠાઠડી) ને લઈને બાળવા વાળા પુરૂ ગામમાં પાછા આવી જાય છે. કે દેશ વિશેષના રિવાજને લક્ષમાં રાખીને શાસ્ત્રકારે આ પ્રતિપાદન કરેલ છે. સામાન્ય રીતે તો મરેલાની સાથે અથ–ઠાઠડી પણ બાળી નાખવામાં આવે છે. આ સ્થિતિને જોઈને એ નિશ્ચય થાય છે કે-શરીરથી જુદા એવા આત્માનું અસ્તિત્વ જ નથી. કેમકે-જીવ શરીરથી અલગ પ્રતીત થતું નથી. તેથી જ આ સિદ્ધાંતને સ્વીકાર કરવાવાળાઓનું કહેવું છે કે શરીરથી જદે આત્માને ન માન એજ યુક્તિ યુક્ત છે. જેમના મત પ્રમાણે આત્મા દીર્ઘ છે, અથવા હસ્વ છે, લાડુની જેમ ગળ છે, ચૂડીની સરખા ગેળ આકારવાળે છે, ત્રિકોણ-ત્રણ ખૂણા વાળે છે, ચતુષ્કોણ -ચાર ખૂણાવાળે છે, લાંબે છે, ષષ્કણ છ ખૂણાવાળે છે. અષ્ટકોણ આઠ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૦