________________ પૂર્વક અર્થાત વિધિપૂર્વક વંદના કરી, તેઓની સ્તુતિ કરી. તેમને નમસ્કાર કર્યા. સ્તુતિ અને નમસ્કાર કર્યા પછી આ પ્રમાણે કહ્યું–હ ભગવત્ હું આપની પાંસે ચાતુર્યામ ધર્મને બદલે પ્રતિકમણ સહિત પાંચ મહાવ્રતવાળા ધર્મને સ્વીકાર કરીને વિચારવા ચાહું છું. આ સાંભળીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું- હે દેવાનપ્રિય ! જે પ્રમાણે તમને સુખ ઉપજે તે પ્રમાણે કરવામાં વિલમ્બ ન કરે. તે પછી ઉદક પઢાલપુત્ર શ્રમણ ભગવાન મહાવીરની પાસે ચાતુર્યામ ધર્મને બદલે પાંચ મહાવ્રતાવાળા પ્રતિકમણ સહિત ધર્મને સ્વીકાર કરીને વિચારવા લાગ્યા. “ત્તિ” શબ્દ સમાપ્તિને સૂચક છે. સુધર્માસ્વામીએ જબ્બર સ્વામીને કહ્યું- હે જ ખૂ! મેં જે પ્રમાણે ભગવાનના મુખથી સાંભળેલ છે, એજ પ્રમાણે તમને કહું છું. 514 જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થબંધિની વ્યાખ્યાના બીજા શ્રુતસ્કંધનું સાતમું અધ્યયન સમાપ્ત ાર-છા શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ 4 240