________________
પ્રત્યાખ્યાન કરવાવાળાના પ્રત્યાખ્યાનને સ્થાવર જીવોની હિંસા કરવાથી ભંગ થતું નથી. કેમકે-તે વખતે તે ત્રસ જીવ રહેલ નથી. પ્રત્યાખ્યાનને સંબંધ પર્યાયની સાથે છે. દ્રવ્યપણાથી સ્થિત રહેવાવાળા જીવની સાથે સંબંધ નથી પરંતુ પર્યાય ફર્યા કરે છે. જેમકે--કઈ ગૃહસ્થ છે, તે સાધુ નથી અને તે એ અવસ્થામાં જેની વિરાધના-હિંસા કરતે હોય તે સાધુ સંબંધી પ્રત્યાખ્યાનનો ભંગ થતું નથી, તેનું કારણ શું છે? કારણ એ જ છે કેસાધુ પર્યાય અને ગૃહસ્થ પર્યાયમાં ભેદ છે. પ્રત્યાખ્યાનનો સંબંધ સાધુપર્યાય સાથે છે. ગૃહસ્થ અવસ્થામાં જીવની હિંસા કરવાથી પણ ગૃહસ્થ પ્રત્યાખ્યાનના ભંગરૂપી દેષવાળા થતા નથી. એ જ પ્રમાણે ચાલુ ત્રસના સંબંધમાં પણ સમજી લેવું જોઈએ. આ પ્રમાણે ગૌતમસ્વામીએ તે નિર્ગોને પ્રતિબંધ આપે.
ગૌતમસ્વામી બીજું દષ્ટાન્ત આપીને ઉદક પેઢાલપુત્રને અને તેના નિગ્રન્થને સમજાવે છે.
ભગવાન શ્રી ગૌતમસ્વામીએ કહ્યું કે હું નિર્ચન્થોને પૂછું છું કે-હે આયુશ્મન નિર્ચન્થ ! શું કઈ પરિવ્રાજક અથવા પરિવ્રાજકા કેઈ બીજા તીર્થકરના સ્થાનમાં (આશ્રમ અથવા મઠ વિગેરેમાં) રહેવાવાળા સાધુની પાસે ધર્મશ્રવણ કરવા માટે આવી શકે છે?
નિગ્રંથા–હા આવી શકે છે?
ગૌતમસ્વામી-તેવા પ્રકારની તે વ્યક્તિઓને ધર્મને ઉપદેશ આપવો જોઈએ? નિથ–હા તેઓને ધર્મનું શ્રવણ કરાવવું જોઈએ.
ગૌતમસ્વામી–ધર્મનું શ્રવણ કર્યા પછી પૂર્વોક્ત પ્રકારથી યાવત્ દીક્ષા લેવાની ઈચ્છા કરે તે તેઓને દીક્ષા આપીને ધર્મમાં સ્થાપિત કરવા જોઈએ?
નિર્ચ-– હા કરવા જોઈએ.
ૌતમસ્વામી–જે તેઓ વિરક્ત થઈને દીક્ષા ધારણ કરી લે તે શું તેઓ સંગ કરવાને ચોગ્ય છે?
નિગ્ન –હા, તેઓ સંભોગ કરવાને ચોગ્ય છે. સાધુઓના સરખા સામાચારીવાળા સાધુઓની સાથે અને સાધ્વીજીઓને સાધ્વીઓની સાથે ભેજન વિગેરે વ્યવહાર કરવો તે સંભોગ કહેવાય છે. તેઓ દીક્ષિત થયા પછી અવશ્ય સંગ કરવાને ગ્ય બને છે.
ૌતમસ્વામી–તેઓ આ પ્રકારના વિહારથી વિચરતા થકા અર્થાત્ સાધુ પણાનું પાલન કરતા થકા યાવત્ ફરીથી ગૃહસ્થ અવસ્થામાં જઈ શકે છે?
નિ –હા અશુભ કર્મના ઉદયથી ગૃહસ્થપણમાં જઈ શકે છે.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૨૮