________________
દીક્ષાના સ્વીકાર કરી શકે છે ?
નિગ્રન્થાએ કહ્યું-હા તેએ દીક્ષા ધારણ કરી શકે છે. તેને દીક્ષા આપવા ચાગ્ય છે.
ગૌતમસ્વામી—શું આવા પ્રકારના વિચારવાળા તે પુરૂષા મુ'ડિત કર.
વાને ચાગ્ય છે ?
નિગ્રન્થ—હા ચેાગ્ય છે.
ગૌતમસ્વામી—શું તેએ સાધુપણામાં સ્થાપવાને ચેગ્ય છે? નિગ્રન્થ હા ચેાગ્ય છે.
ગૌતમસ્વામી—શું તે સઘળા પ્રાણિયા યાવત્ સત્વાના સબધમાં દંડ આપવાના ત્યાગ કરી શકે છે ?
નિગ્રન્થ—હા તેઓ તે પ્રમાણે દડ દેવાના ત્યાગ કરીશકે છે. ગૌતમસ્વામી—તેએ દીક્ષાપર્યાયમાં વિચરતા થકા ચાર, પાંચ, છ અથવા દસ વર્ષ સુધી થાડા કે ઘણા દેશમાં વિહાર કરીને ફરીથી ગૃહસ્થ થઇ શકે છે ?
નિગ્રન્થ—હા ફ્રીથી ગૃહસ્થ થઈ શકે છે.
ગૌતમસ્વામી—તેએ ગૃહસ્થ થઈને ખધા પ્રાણિયાને દડ આપવાના ત્યાગ કરે છે?
નિગ્રન્થ—ના, આ અર્થ ખરાખર નથી, અર્થાત્ ફરીથી ગૃહસ્થ થઈને તેએા સઘળા પ્રાણિયાની હિંસાના ત્યાગ કરવાવાળા થઈ શકતા નથી.
ગૌતમસ્વામી—તે એજ પુરૂષ છે. કે જેણે દીક્ષાના સ્વીકાર કર્યાં પહેલાં બધા જ પ્રાણિયાને દંડ દેવાના ત્યાગ કર્યાં ન હતા. તે એજ પુરૂષ છે કે, જેણે દાક્ષા ધારણ કર્યા પછી બધા જ પ્રાણિયાને દંડ દેવાના ત્યાગ કર્યા હતા. અને તે એજ પુરૂષ છે કે જે દીક્ષાના ત્યાગ કરીને અને ગૃહસ્થ અવસ્થામાં આવીને બધા જ પ્રાણિયાને દંડ દેવાના ત્યાગ કરનાર નથી. તે સૌથી પહેલાં અસંયમી હતા. તે પછી સયમી થઈ ગયા. અને તે પછી પાછે. સાધુના વેષના ત્યાગ કરીને અસયમી થઈ ગયા. જે અસ યમી છે. તે સઘળા પ્રાણિયા ચાવત્ સઘળા સાને દંડ આપવાને ત્યાગ કરવાવાળા હતા નથી. હું નિગ્રન્થા ! તમે એવું જાણે! અને એજ પ્રમાણે જાણવુ જોઇએ.
ભાવાથ આ પ્રમાણે છે–જો કે ત્રસ જીવની હિંસાનું પ્રત્યાખ્યાન પહેલાં કર્યું. હતુ. પરંતુ તે ત્રસ જીવ કાલાન્તરમાં સ્થાવર બની જાય છે. ત્રસ જીવનું
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૨૨૭