________________
ભગવાન મહાવીર સ્વામી પાસેથી તમે જે પ્રમાણે સાંભળેલ હોય અને વિચારેલ હોય તે પ્રમાણે મને વાદ સહિત અર્થાત્ યુક્તિયુક્ત રીતે કહો.
ગૌતમસ્વામીએ ઉદકપેઢાલ પુત્રને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્યનું આપના પ્રશ્નને સાંભળીને જે મારા જાણવામાં હશે તે વાદ સહિત એટલે કે સયુક્તિક રીતે તેને ઉત્તર આપીશ. તે પછી ઉદફપેઢાલપુત્ર ભગવાન ગૌતમને આ પ્રમાણે કહેવા લાગ્યા. સૂઇ જા
ગાવતો જોવા” ઈત્યાદિ
ટીકાઈ–ઉદકપેઢાલપુત્રે ભગવાન ગૌતમને કહ્યું–હે આયુષ્મન ગૌતમ! કુમાર પુત્રક નામના શ્રમણ નિગ્રંથ છે, જે આપના પ્રવચનને ઉપદેશ કરે છે.
જ્યારે કેઈ શ્રમણોપાસક પ્રત્યાખ્યાન કરવા માટે તેમની પાસે જાય છે, તો તેઓ તેને આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરાવે છે. “રાજા વિગેરેના અભિગ (બલાત્કાર) સિવાય ગાથાપતિ ચારવિમેક્ષણના ન્યાયથી ત્રસ જીવોની હિંસાને ત્યાગ છે. પરંતુ આવા પ્રકારનું પ્રત્યાખ્યાન ખેટું પ્રત્યાખ્યાન છે. આવું પ્રત્યાખ્યાન કરવાવાળા પોતે કરેલી પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. કઈ રીતે તેઓ પિતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તે કહું છું. સંસારના સઘળા પ્રાણિયે કર્મોને અધીન છે. સ્થાવર પ્રાણ પણ કયારેક ત્રસપર્યાય ધારણ કરી લે છે. અને વર્તમાન સમયે જે ત્રણ પ્રાણી છે, તેઓ કર્મના ઉદયથી સ્થાવરપણુમાં આવી જાય છે. અનેક જી ત્રસકાયથી છૂટિને સ્થાવરપણામાં ઉત્પન્ન થાય છે, અને સ્થાવરપણુમાંથી છૂટીને ત્રસકાયમાં ઉત્પન્ન થઈ જાય છે. એવી સ્થિતિમાં પ્રતિજ્ઞા કરવાવાળાએ ત્રસ જીની હિંસાને ત્યાગ કર્યો અને ત્રસ તથા સ્થાવરપણાથી ઉત્પન્ન થયા. તે તે સમયે તેને ઘાત કરવા લાગશે. આ રીતે રસ્થાવર જીવને ઘાત કરવાથી તેની પ્રતિજ્ઞા ખંડિત થઈ જાય છે. તેથી જ પ્રતિજ્ઞા લેતી વખતે એવું કંઈક વિશેષણ જવું જોઈએ કે જેનાથી પ્રતિજ્ઞા ખંડિત ન થાય. આ પ્રમાણે મારે અભિપ્રાય છે
ઉપર ગાથાપતિ ચારવિમોક્ષણ નામના જે ન્યાયનું ઉદાહરણ આપીને તેનો ઉલલેખ કર્યો છે, તે ન્યાય આ પ્રમાણે છે.–કોઈ સ્થળે એક રાજા હતો તેણે જાહેરાત કરાવી કે-હે લેકે ! આજે નગરની બહાર ઉદ્યાનમાં કૌમુદી નામને ઉત્સવ મનાવે છે. તેથી રાત્રીના સમયે કેઈએ શહેરની અંદર રહેવું
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૧૭