________________
કહેવાનો આશય એ છે કે-જે પુરૂષ કેવળ જ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીની આજ્ઞાથી આ ઉત્તમ શ્રતચારિત્રરૂપ ધર્મને સ્વીકારીને ત્રણ કરણ અને ત્રણ
ગથી આ ધર્મનું પાલન કરે છે. તથા મન, વચન અને કાયાથી મિથ્યાત્વની નિદા કરે છે. તે આ ઘર એવા સંસાર સમુદ્રથી પાર થઈ જાય છે. તેમજ સાથે બીજાઓને સન્માર્ગને ઉપદેશ આપીને તથા ધર્મમાં સ્થિત કરીને તેઓને પણ તારે છે. આ અસાર સંસાર સાગરથી પાર ઉતરવા માટે સમ્યકજ્ઞાન વિગેરે જ એક માત્ર ઉપાય છે. બીજે કંઈ પણ ઉપાય નથી. આ મતને સ્વીકાર કરીને યોગ્ય સંજ્ઞા પ્રાપ્ત કરેલ મુની જ સાધુ કહેવાય છે. એવા સાધુ પુરૂષ સમ્યક્દર્શનના પ્રભાવથી બીજાઓનું માહાત્મ્ય દેખીને પણ આહત દર્શનથી ચલાયમાન થતા નથી. તે સમ્યક્ત્વના પ્રભાવથી બીજાઓનું નિરાકરણ કરીને તથા તેઓને આ મતને ઉપદેશ આપીને સત્ય ધર્મને સ્વીકાર કરાવે છે. તથા સમ્યક્ ચારિત્રના પ્રભાવથી સઘળા પ્રાણિના હિતેચ્છુ થતા થક આસ્રવારને નિવેધ કરે છે. આ સવદ્વાને નિરોધ કરવાથી નવા કર્મોને બંધ રેકાઈ જાય છે. તથા પૂર્વ બદ્ધ અનેક જન્મમાં પ્રાપ્ત કરેલા કર્મોને અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા ક્ષય કરી દે છે. તેથી જ એવા વિશેષ પ્રકારના મને જ વિવેકી પુરૂએ ગ્રહણ કરવું જોઈએ અને બીજાઓને પણ આ ધર્મનો જ ઉપદેશ આપ જોઈએ.
આ પ્રમાણે હું સુધમાં સ્વામીના વચને કહું છું ગાઢ પપા. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થાધિની વ્યાખ્યાનું બીજા શ્રુતસ્કંધનું છઠું અધ્યયન સમાપ્ત ર-૬
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૧૨