________________
તીર્થંકર ભગવાન્ કર્મના ક્ષય કરીને જે લાભ મેળવે છે, તેજ ખરેખર વાસ્તવિક લાભ છે. તે લાભ કેવળ જ્ઞાનની પ્રાપ્તિના છે. તે પરમ શ્રેષ્ઠ લાભ છે. અને સાદિ અન`ત લાભ છે. ભગવાન્ શ્રી મહાવીરસ્વામી દિવ્ય જ્ઞાનને અપૂર્વ લાભ મેળવીને ઉપદેશ દ્વારા ખીજાઓને પણ એ લાભ પ્રાપ્ત કરાવે છે. તીર્થંકર ભગવાન મહાવીર સ્વયં સઘળા પદાર્થાને જાણીને અન્ય જીવાને સંસારથી તારે છે. તેથી જ તે વ્યાપારી જેવા નથી. આ વાત સૂત્ર દ્વારા બતાવતાં રહે છે–સાવદ્ય ક્રિયાઓના અનુષ્ઠાનથી થવાવાળા ધન વિગેરેના લાભ રૂપ ઉદય એકાન્તિક નથી, તેમ આત્મન્તિક પણ નથી, લાભને માટે પ્રવૃત્તિ કરવાવાળા સર્વ વ્યાપારયાને લાભ થશે જ એમ હતું નથી, કયારેક કયારેક નુકશાન પણ થઈ જાય છે. તથા જો લાભ થઈ પણ જાય તેા તે કાયમ માટે હાતા નથી. કેમકે તેના નાશ થતા જોવામાં આવે છે. તેથી જ જે ઉય એકાન્તિક અને આત્યંતિક નથી, તે ગુણુરહિત છે. તેવા લાભથી શું લાભ કે જે એકાન્તિક અને સ્થાયી ન હાય ! પરંતુ ભગવાને તેા એવા ઉદય પ્રાપ્ત કરેલ છે કે-જે સાદિ અને અનત છે અર્થાત્ જે એક વાર પ્રાપ્ત થઇને સદાને માટે સ્થાયી હૈાય છે. ભગવાન્ એજ ઉદયની પ્રરૂપણા ખીજાને માટે કરે છે. ભગવાન્ જીવ માત્રના ત્રાતા=રક્ષણ કરવાવાળા અને સર્વજ્ઞ છે. આવા ભગવા નની તુલના વ્યાપારિયાની સાથે કરવી તે ચેગ્ય નથી. તેમાં કંઇ જ સરખા પશુ' રહેલ નથી. ।।૨૪ા
દેવાએ રચેલ સમવસરણ સિ ́હાસન વગેરેના ઉપભાગ-સેવન કરવા છતાં પણ ભગવાને આધાકર્મિક ઉપાશ્રયનું સેવન કરવાવાળા સાધુની જેમ ક્રમ થી કેમ લિપ્ત થતા નથી ? ગોશાલકના આ અભિપ્રાયના આશ્રય કરીને સૂત્રકાર કહે છે-અહિંસર્ચ સન્નયાળુ નિ' ઇત્યાદિ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૮૭