________________
બુદ્ધિ રાખવી તે યોગ્ય નથી. અર્થાત્ સંપૂર્ણ ચારિત્ર ગુણને અભાવ હોવાથી કોઈ સાધુ નથી. અને જ્યારે સાધુ જ નથી તે તેના પ્રતિપક્ષ રૂપ અસાધુની સત્તા પણ નથી જ એમ સમજવું તે બ્રમપૂર્ણ છે. પરંતુ સાધુ છે. અને અસાધુ પણ છે, એમ જ સમજવું જોઈએ ધરણા
ટીકાઈ––જે પિતાના મોક્ષરૂપ અર્થ–હિતને તથા પરહિતને સિદ્ધ કરે છે, તેજ સાધુ કહેવાય છે, અથવા પ્રાણાતિપાત વિગેરે અઢાર પાપોથી વિરક્ત અને સમ્યક્ જ્ઞાન, સમ્યફ દર્શન, સમ્યફ ચારિત્ર અને સમ્યક્ તપના જેઓ સાધક છે, તેજ સાધુ છે. આવું સાધુપણુ જેએમાં ન હોય, તેઓ અસાધુ છે, આ સાધુ અને અસાધુ નથી, એ પ્રમાણેને વિચાર કરે ન જોઈએ. પરંતુ સાધુ છે, અને અસાધુ પણ છે, એ વિચાર રાખવું જોઈએ
કઈ કઈ લેકને એ અભિપ્રાય છે કે--જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ રત્ન ચતુષ્ટયનું–ચારે રત્નનું કઈ પૂર્ણપણુથી પાલન કરી શકતા નથી. તેથીજ રત્ન ચતુષ્ટયનું પૂરી રીતે આરાધન ન કરી શકવાથી કોઈ સાધુજ નથી. જ્યારે કઈ સાધુ જ નથી, તે તેના પ્રતિપક્ષરૂપ અસાધુ પણ નથી જ કેમકે સાધુ અને અસાધુ બને પરસ્પર સાપેક્ષ–એક બીજાની અપેક્ષાવાળા છે. પરંતુ વિવેકવાળા પુરૂએ તેમ માનવું ન જોઈએ. જે ઉત્તમ પુરૂષ સદા યતનાવાન રહે છે, રાગદ્વેષ વિનાના હોય છે. બધાનું હિત કરવાવાળા સુસં. ચમવાનું શાસ્ત્રોક્ત પદ્ધતિથી નિર્દોષ આહારની ગવેષણું કરવાવાળા તથા સમ્યફ દષ્ટિ હોય છે, એજ સાધુ કહેવાય છે કદાચ અજાણતા અથવા પ્રમાહને વશ થઈને અશુદ્ધ આહારને પણ શુદ્ધ સમજીને ઉપગ સાથે આહાર કરે છે, તે પણ ભાવથી શુદ્ધ હોવાના કારણે તે સંપૂર્ણ પણુથી રચતુષ્ટયન આરાધકજ કહેવાય છે. આ રીતે સાધુની સિદ્ધિ થઈ જવાથી તેના પ્રતિપક્ષ અસાધુની પણ સિદ્ધિ થઈ જાય છે. તેથી જ વિવેકીજનેએ સાધુ અને અસાધુ નથી તેમ માનવું કે વિચારવું ન જોઈએ રહા
“થિ વઢાળ રા’ ઈત્યાદિ
શબ્દાર્થ—-રજાપ-ત્યાગનું કલ્યાણ અથવા કલ્યાણ કરવાવાળી વસ્તુ તથા “જો વા-જાઉં વા’ પાપ-દુઃખનું કારણ “થિ-નારિત નથી, “નં-gવન આ પ્રમાણેની “નં-સંજ્ઞા' બુદ્ધિ “ નિવેસ-ને નિવેશ ધારણ કરવી ન જોઈએ. પરંતુ “અા પાવે = અસ્થિ-વાળ વા વા ગણિત' કલ્યાણ અને પાપ છે, “g સન્ન નિg-રવં સંજ્ઞાં નિસ્' આ પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી જોઈએ. ૨૮
અન્વયાર્થ-કલ્યાણ અથવા કલ્યાણકારી વસ્તુ તથા પાપ અર્થાત્ દુઃખના
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૫૬