________________
અસ્થિ-આત્તિ વિદ્યમાન છે. “ઘ” આ પ્રમાણેની “નં-સંજ્ઞા' બુદ્ધિ નિવેષણ -નિવેડૂ' રાખવી જોઈએ. ૧૧-૧ર
અન્વયાર્થ–લેક અને અલક નથી. એવી બુદ્ધિ રાખવી ન જોઈએ પરંતુ લોક છે અને અલેક પણ છે, આ પ્રકારની બુદ્ધિ રાખવી જોઈએ. ૧૧-૧૨ા
ટીકાર્થ ચૌદ રાજુ પરિમાણ–પ્રમાણુવાળા તથા જીવ અજીવ વિગેરે દ્રવ્યોનું આધાર સ્થાન લોક કહેવાય છે. લેકથી અતિરિક્ત જે આકાશ છે, તે અલક છે. આ લોક અને અલેક નથી. તેમ સમજવું ન જોઈએ. પરંતુ લોક અને અલેક છે, તેવી બુદ્ધિ ધારણ કરવી જોઈએ. લેક અને અલેકના અભાવના સંબંધમાં બૌદ્ધોની જે માન્યતાઓ છે, તેને ત્યાગ કરીને તેના સદભાવને સ્વીકાર કર જોઈએ. તેમના મતને સ્વીકાર કરવાથી સઘળા લેકમાં પ્રસિદ્ધ પ્રમાણથી સિદ્ધ અને વ્યવહારથી અબાધિત જે વ્યવસ્થા છે, તેનું સમર્થન કરવામાં આવતું નથી.
કહેવાને આશય એ છે કે– જેમ સ્વપ્નમાં દેખવામાં આવતે પદાર્થ સાચે નથી પરંતુ મિથ્યા હોય છે. એ જ પ્રમાણે જાગ્રતવસ્થામાં દેખવામાં આવનાર પદાર્થ પણ મિથ્યા જ છે. આ પ્રમાણેને શૂન્ય વાદીને મત છે. તેઓનું કહેવું છે કે-કારણના અસ્તિત્વમાં જ પદાર્થની સત્તા હોઈ શકે છે. કારણ પરમાણુ માનવામાં આવે છે. અને તેની સત્તા જ નથી. કેમકે તેઓ ઇન્દ્રિયેથી અગોચર-ન દેખાય તેવા છે. અને વિચાર કરવાથી તેનું સ્વરૂપ સિદ્ધ થતું નથી. કહ્યું પણ છે કે-થા થા રિતે' ઈત્યાદિ
સંસારના પદાર્થોના સંબંધમાં જેમ જેમ વિચાર કરવામાં આવે, તેમ તેમ તે અસિદ્ધ થતા જાય છે. તેને અભાવ સિદ્ધ થતું જાય છે, જ્યારે પદાર્થોને જ એ ગમે છે, તે અમે શું કરીએ ? બીજું પણ કહ્યું છે કે“પુદગા વિવિધમાનાના” ઈત્યાદિ
જ્યારે પદાર્થોને વિચાર બુદ્ધિથી કરવામાં આવે તે તેને કોઈ પણ સ્વભાવ નિશ્ચિત થતું નથી. તેજ કારણથી અમે તેને અવક્તવ્ય અને નિઃ સ્વભાવ-વભાવ વગરને કહેલ છે.
આ પ્રમાણે શૂન્યવાદી, લેક અને અલેક રૂપ પદાર્થોને અભાવ કહે છે, પરંતુ તેઓનું આ કથન બરાબર નથી. પદાર્થોથી અર્થ ક્રિયા થાય છે, આ બધાના અનુભવથી સિદ્ધ વાત છે. તેથી જ અર્થ ક્રિયાથી સિદ્ધ અબાષિત પદાર્થોને વચન માત્રથી નિષેધ કરવામાં આવી શકતો નથી. ૧૧-૧૨
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૪૧