________________
અમે એ પણ જાણતા નથી, કે-તેઓ અમારા શત્રુ છે, કે મિત્ર છે? અર્થાત્ અમે જ્યારે તેને દેખતા પણ નથી, એવા જીવેના સંબંધમાં એક એક પ્રાણીને લઈને ઘાતક મનવૃત્તિ ધારણ કરવામાં આવે. રાત દિવસ સૂતાં કે જાગતાં તેમના પ્રત્યે શત્રુ પણું ધારણ કરવામાં આવે. અસત્ય બુદ્ધિ રાખવામાં આવે. અત્યંત શઠ૫ણ પૂર્વક તેઓના પ્રાણાતિપાતમાં મન લગાડી શકાય, અને પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીના પાપમાં પ્રવૃત્તિ કરવામાં આવે. આ કેવી રીતે સંભવી શકે?
તાત્પર્ય એ છે કે–આ જગતમાં ઘણા એવા સૂક્ષ્મ જીવે છે કે જેઓ અમારા દેખવા કે સાંભળવામાં પણ આવતા નથી. તેના પ્રત્યે હિંસાની ભાવના ઉત્પન્ન થતી નથી. એવી સ્થિતિમાં તેઓની હિંસાનું પાપ કેવી રીતે લાગી શકે ? સૂ૦ ૩
તરથ હંસુ મળવચા” ઈત્યાદિ
ટીકાર્થ– આચાર્યશ્રી ઉત્તર આપતાં કહે છે કે–આ વિષયમાં સર્વગુણ સમ્પન્ન ભગવાન શ્રી તીર્થંકર દેવે બે દષ્ટાને કહ્યા છે. તે આ પ્રમાણે છે.–સંગ્નિદષ્ણાત અને અસં િદષ્ટાન્ત જે જીવોમાં સંજ્ઞા અર્થાત્ કાયિક, વાચિક, અને માન સિક ચેષ્ટા મેળવવામાં આવે છે. તેઓ સંસી કહેવાય છે. તેનું દૃષ્ટાન્ત સંઝિ દષ્ટાન્ત કહેવાય છે. તેનાથી વિપરીત અર્થાત ઉલ, અસં િદષ્ટાન્ત સમજવું.
આ પૈકી સંજ્ઞિ દષ્ટાન્ત શું છે? જે આ સંસી પંચેન્દ્રિય પર્યાપ્ત છે છે, તેમાં પૃથ્વીકાયથી લઈને ત્રસકાય પર્યન્તના કાર્યોમાંથી કઈ કઈ મનુષ્ય પૃથ્વીકાયથી પિતાને આહાર વિગેરે કાર્યો કરે છે, અને કરાવે છે. તેમના મનમાં એ વિચાર હોય છે કે-હું પૃથ્વીકાયથી પિતાનું કામ કરે છું. અથવા કરાવું છું (અથવા અનુમંદન કરૂં છું) તેઓના સંબંધમાં એવું કહી શકાતું નથી કે તે અમુક પૃથ્વીકાયથી જ કાર્ય કરે છે. અથવા કરાવે છે, સંપૂર્ણ પૃથ્વીથી કરતા નથી કે કરાવતા નથી. તેના સંબંધમાં તે એજ કહી શકાય કે-તે પૃથ્વીકાયથી કાર્ય કરે છે. અને કરાવે છે. તેથી જ તે સામાન્ય પણાથી જ પૃવિકાયના વિરાધક કહેવાય છે. સામાન્યમાં સઘળા વિશેષને સમાવેશ થઈ જાય છે. તેથી જ એ કહી શકાતું નથી કે તે
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૨૬