________________
ટીકાર્થ–સુધર્મા સ્વામી જંબૂ સ્વામીને કહે છે –હે જ તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ આ પ્રમાણેનું પ્રતિપાદન કર્યું છે. તે મેં સાંભળ્યું છે. એજ હું તમને કહું છું. આ જનશાસનમાં પ્રત્યાખ્યાન ક્રિયા નામનું અધ્યયન કહેલ છે. તે અધ્યયનમાં આ પ્રમાણેનો અર્થ પ્રતિપાદન કરેલ છે. -આત્મા પ્રત્યાખ્યાની પણ હોય છે. અર્થાત્ આત્મા પિતાના અનાદિ વિકૃત સ્વભાવથી જ અપ્રત્યાખ્યાની છે. અહિયાં મૂળમાં “મી’ શબ્દને પ્રગ એ સૂચવે છે કે કઈ કઈ આત્મા પ્રત્યાખ્યાની પણ હોય છે. તેમ સમજવું.
મૂલ પાઠમાં “વી ને બેધ કરાવવા માટે “જીવ’ શબ્દને પ્રયોગ ન કરતાં “આત્મા’ શબ્દને જે પ્રયોગ કરવામાં આવ્યું છે, તેને વિશેષ અભિ પ્રાય આ પ્રમાણે છે.—પ્રાણેને ધારણ કરવાના કારણે જીવ કહેવાય છે. અને જે એક ભવથી બીજા ભવમાં ગમન કરતા રહે છે, તે આમા કહેવાય છે. અહિયાં “આત્મા’ શબ્દને પ્રવેગ કરીને એ અર્થ પ્રગટ કરેલ છે કેસાવદ્ય કૃત્યેનો ત્યાગ ન કરતાં કર્મને વશવર્તે થઈને જે હંમેશાં ગમન શીલ છે, દીર્ઘકાળ વીતી જાય તે પણ જેને શાંતિ મળતી નથી જે હમેશાં આમ તેમ ભટકતા ફરે છે. તે આત્મા અપ્રત્યાખ્યાની હોય છે.
આત્મા અક્રિયા કુશળ પણ હોય છે. અર્થાત કેઈ આત્મા એવા પણ હોય છે. કે જે શુભક્રિયા કરતા નથી અહિયાં પણ મી’ શબ્દથી એ બતાવ્યું છે કે કોઈ આત્મા ક્રિયાકારી પણ હોય છે.
આત્મા સિચ્યા દષ્ટિ પણ હોય છે. અને “મી’ શબ્દથી સમ્યગ્દષ્ટિ પણ હોય છે. એ જ પ્રમાણે આત્મા એકાન્ત દંડ હિંસક પણ હોય છે. અને “ભી’ શબ્દથી કઈ કઈ અહિંસક પણ હોય છે. આત્મા એકાન્ત બાલ (અજ્ઞાની) પણ હોય છે. અને મી’ શબદથી જ્ઞાની પણ હોય છે. આત્મા એકાન્તતઃ ! સુમ પણ હોય છે. અને કઈ કઈ પ્રતિબુદ્ધ પણ હોય છે. અહિયાં સુપ્તા સરખા જે હોય તેને સુસ કહેલ છે. જેમ દ્રવ્ય નિદ્રાથી સુતેલા પુરૂષને શબ્દ વિગેરે વિષયનું જ્ઞાન હેતું નથી. એ જ પ્રમાણે ભાવથી સૂતેલા પુરૂષને હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર–ત્યાગનું જ્ઞાન હોતું નથી. આત્મા
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૨૦