________________
દૂસરે શ્રુતસ્કંધ કી અવતરણિકા
બીજા શ્રત સ્કંધને પ્રારંભ–
અધ્યયન પહેલું. પહેલા મૃતકધની સમાપ્તિ પછી આ બીજા શ્રુતસ્કંધને પ્રારંભ કરવામાં આવે છે. પહેલા શ્રતસ્કંધમાં સંક્ષેપથી જે અર્થોનું નિરૂપણ કરવામાં આવેલ છે, એજ અર્થ આ બીજા શ્રુતસ્કંધમાં યુક્તિપૂર્વક અને વિસ્તારથી કહેવામાં આવશે. સંક્ષેપ અને વિસ્તારથી કહેવામાં આવેલ પદાર્થ સફળતા પૂર્વક સમજવામાં આવી જાય છે.
અથવા પહેલા શ્રુતસ્કંધમાં જે વિષયની પ્રરૂપણ કરવામાં આવી છે, એજ દૃષ્ટાન્ત દ્વારા સરલ પણાથી સમજાવવ. માટે બીજો મુતસ્કંધ પ્રારંભ કરવામાં આવે છે. તેથી જ બને અતકને વિષય સરખેજ છે. અંતર એજ છે કે–પહેલા શ્રત ધમાં જે વિષનું સંક્ષેપથી પ્રતિપાદન કરેલ છે, તેનું જ અહિયાં વિસ્તાર પૂર્વક નિરૂપણ કરેલ છે.
આ તસ્કંધમાં સાત અધ્યયન છે. તે આ પ્રમાણે સમજવા. પુંડરીક (૧) ક્રિયાસ્થાન (૨) આહાર પરિજ્ઞા (૩) પ્રત્યાખ્યાન (૪) અનગાઋત (૫) આદ્રક (૬) અને નાલન્દા ()
પહેલા શ્રુતસ્કંધ – અધ્યયનની અપેક્ષાથી મોટુ હેવ થી આનું નામ મહાધ્યયન પણ છે. આનું પહેલું અધ્યયન પંડરીક નામનું છે, પુંડરીકને અર્થ કમળ એ પ્રમાણે થાય છે. કમળની ઉપમા આપીને ધમમાં રૂચિ ઉત્પન્ન કરવા માટે મહાન પુરુષનું આખ્યાન બતાવીને અને વિષય ભેગોથી નિવૃત્ત કરીને સાધુઓએ તેમને મેક્ષ માર્ગ માટે સમર્થ બનાવ્યા.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪