________________
વાનિ-સન નૌરવાનિ” અને બધા જ પ્રકારના વિયષભેગોને “uિT-- સા' સમ્યક પ્રકારથી જ્ઞપરિજ્ઞાથી જાણુને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરીને “નિદત્તા નિમ્' મોક્ષની ‘સંધ-સંધયે' ઈચ્છા કરે ૩દા
અન્વયાર્થ–વિવેકવાન મુનિએ અત્યંત માન, માયા, લેભ, તથા ક્રોધને તથા સઘળા ગૌરવને જ્ઞાવિજ્ઞાથી સારી રીતે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરીને નિર્વાણની ઈચ્છા કરવી છે૨દા
ટીકાર્થ—હેય અને ઉપાદેય જાણવાવાળા મુનિએ માનને “વ' શબ્દથી કોને. માયાને તથા બીજા “' શબ્દથી લાભને તથા અદ્ધિ, રસ, અને શાતારૂપ ત્રણે ગૌરને સપરિજ્ઞાથી ચાર ગતિયામાં ભ્રમણનું કારણ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરે. આ બધાને ત્યાગ કરીને મોક્ષની ઈરછા કરવી એજ કલ્યાણ કારક છે.
કહેવાને અભિપ્રાય એ છે કે વિવેકી મુનીએ સઘળા કાર્યો અને સઘળા ગૌરને ત્યાગ કરીને મુક્તિની સાધના કરવી. આ પ્રમાણે તીર્થકરે ઉપદેશ રૂપે કહેલ કથન જ સુધર્મા સ્વામી કહે છે કે હે જંબૂ ભગવાન પાસેથી મેં જે પ્રમાણે સાંભળ્યું છે તે પ્રમાણે તમેને કહ્યું છે. ૩૬ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થાધિની વ્યાખ્યાનું ધર્મ નામનું નવમું અધ્યયન સમાપ્ત
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૩૫