________________
અન્વયાર્થ-કર્મ ન કરવાવાળા મુનિના પહેલા કરેલ કર્મ નાશ પામે છે. એ વાત પૂર્વ ગાથામાં કહી છે. પરંતુ એટલું જ નહીં તેને નવીન કનો બંધ પણ થતું નથી. એ વાત અહિયાં બતાવવામાં આવે છે.– પાપ કર્મનું આચરણ ન કરવાવાળા મુનિને નવા જ્ઞાનાવરણીય વિગેરે કર્મોને બંધ થતો નથી. કેમકે-કારણના અભાવમાં કાર્યને પણ અભાવ થઈ જાય છે. તે કર્મ રૂપી ઘેર શત્રુઓના વિદારણ કરવામાં સામર્થ્યવાન હોવાને કારણે મહાવીર મહાપુરૂષ આઠ પ્રકારના કર્મોને કારણ અને વિપાકથી જાણે છે. તથા કર્મ નિર્જરાના કારણોને પણ પરિણાથી સમ્યક્ જાણે છે. એ જ્ઞાન માત્રથી શું થાય છે? તે કહે છે. કર્મને સ્વભાવને તથા તેની નિજાના ઉપાયને
પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગ કરે છે. તેનું પરિણામ એ હોય છે કે-તે મુનિ સંસારમાં જન્મ ગ્રહણ કરતા નથી. તેમ મૃત્યુને પણ પ્રાપ્ત કરતા નથી. જન્મ, જરા, મરણથી સર્વથા મુક્ત થઈને સિદ્ધ થઈ જાય છે. છા
ટીકાર્ય—પહેલાની ગાથામાં કહેલ છે કે--કર્મ ન કરવાવાળા મુનિના પહેલા કરેલા કર્મો નાશ પામી જાય છે. પરંતુ એટલું જ નહીં તેને નવા કર્મોને બંધ પણ થતો નથી તેથી તે મુક્ત થઈ જાય છે. તે બતાવવામાં આવે છે. અથવા જેઓ એવું કહે છે કે–મહાપુરૂષ મોક્ષ પદને પ્રાપ્ત કરીને પણ પિતાના તીર્થનું અપમાન સમજીને ફરીથી સંસારમાં આવી જાય છે. તેઓના મતનું નિરાકરણ કરવા માટે કહેવામાં આવે છે.
- જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મ અથવા પ્રાણાતિપાત વિગેરે પાપન આચરણ ન કરવાવાળા મુનિને નવા કર્મના બંધ થતું નથી. કેમકે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૯૭.