________________
તે તે પ્રકારથી-હેતુ દષ્ટાંત વિગેરેના કથન પ્રકારથી “સાહુ-સાધુ સાધુ “ શ-ગજોન' કોમળ વચનથી ઉપદેશ કરે “થરૂ-મા- જસ્થર માણા' નેત્ર સંકેતના વિકારથી પ્રશ્નકર્તાના મનમાં કંઈ પણ પીડા ઉત્પન્ન ન કરે તથા “વિહિંસરૂન્ના- વિહિંસ્થા” તેને તિરસ્કાર પણ ન કરે તથા “નિક વારિ-નિરુદ્ધા” અહપથને “ જ્ઞાન 7' લંબાણપૂર્વક કથન ન કરે ૨૩
અન્વયાર્થ–સત્યામૃષા (જે સત્ય છે અને જુઠું નથી) રૂપ બીજી વ્યવહાર ભાષા દ્વારા ઉપદેશ કરવાવાળા મુનિના વચનનું અનુસરણ કરતા થકા જે કઈ મંદ અધિકારી પુરૂષ વિતથ અર્થાત્ અસત્યને વિપરીત જ સમજે છે, એ સમ્યક અર્થને ન જાણવાવાળા મંદાધિકારીને એ તરકીબથી હેતુ દષ્ટાંત વિગેરે કથન પૂર્વક કોમલ વચન દ્વારા સાધુ ઉપદેશ કરે. જેથી એ મંદાધિકરી તેને સમ્યફ પ્રકારથી સમજી જાય “આ મૂર્ખ છે એવું સમજીને તેને અપમાનિત ન કરે બ્રભંગ નેત્રના વિકારાદિ દ્વારા પૂછનારના મનમાં થોડી પણ પીડા થાય તેમ ન કરે. અને તેને તિરસ્કાર પણ ન કરે. તથા અષાથને પણ લાંબા લાંબાં વાક્યોથી ન કહે તારા
ટીકાઈ–ફરીથી ઉપદેશની વિધિ બતાવતાં કહે છે. સત્ય ભાષા અને વ્યવહાર ભાષાને આશ્રય લઈને ઉપદેશ કરવાવાળા સાધુના વચનને કઈ સુમ બુદ્ધિશાળી હોવાથી જલદીથી સારી રીતે સમજી લે છે, અને કોઈ મન્દ બુદ્ધિવાળા હોવાથી ઉલટું જ સમજે છે, અર્થાત્ ઉપદેશક આચાર્યના આશયને બરોબર ન સમજતાં જુદા જ પ્રકારથી તેને સમજે છે, આવી સ્થિતિમાં જે મન્દ હોય, અને સારી રીતે સમજી ન શકતા હોય, તેને આવી રીતે તિરસ્કાર ન કરે. “અરે તું સમજ નથી ? તું મૂર્ખ છે, અજ્ઞાની છે વિગેરે પ્રકારથી તેને તિરસ્કાર કરવું નહીં. પરંતુ તે જે રીતે ઠીક ઠીક સમજી શકે, એજ પ્રમાણે સાધુ પ્રયત્ન કરીને સમજાવે. ભમર ચડાવીને અથવા કોઈ અન્ય પ્રકારનો વિકાર બતાવીને કથન કરનાર પર પૂછવાવાળાના મનમાં લેશમાત્ર પણ પીડા ઉત્પન્ન ન કરે. અરે મૂર્ખ હે મંદ બુદ્ધિવાળા તને ધિક્કાર છે, વિગેરે પ્રકારથી કહીને તેને તિરસ્કાર ન કરે. અસંબદ્ધ ભાષાના દેશને આરેપ કરીને તેને પીડા ન કરે. થેડી વાતને ઘણું મોટું સ્વરૂપ આપીને ન કહે, અથવા થોડા સમયના વ્યાખ્યાનને વ્યાકરણ, તર્ક વિગેરે ઉમેરીને તેને વિસ્તાર ન કરે. નાના વાકને લાબા સમય વાળ ન બનાવે. કહ્યું પણ છે કે–સો કરો વત્તો નો મ0 ઈત્યાદિ
એવા અર્થનું વ્યાખ્યાન કરવું જોઈએ કે જે થોડા અક્ષરો દ્વારા કહી શકાય તેમ હોય, જે છેડે અર્થ ઘણા અક્ષરો દ્વારા કહેવામાં આવે છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૭૮