________________
ટીકાર્ય–ક્ષમાવાન તપસ્વી તે પૂર્વોક્ત સ્વમત વાળા કે અન્યમતવાળા આક્ષેપ કરે–અથવા હિતકર શિક્ષા–શિખામણ દે તે તેના પર કોધ ન કરે તેને દંડા વિગેરેના પ્રહારથી પીડા ન પહોંચાડે તથા તેના પ્રત્યે કઠેર વચનોનો પગ પણ ન કરે. પરંત સાધુ એ વિચાર કરે કે- મારી નિંદા કરે છે, પણ તેઓનું કથન સાચું છે? કે અસત્ય છે? જે સત્ય છે, તે મારે ક્રોધ કર ન જોઈએ. અને જે તેઓનું કથન અસત્ય છે, તો પણ તેને વિદૂષક પ્રમાણે સમજીને ક્રોધ કરવાથી શું લાભ છે? કહ્યું પણ છે કે—ગાત્રે મતિમત” ઈત્યાદિ
- જ્યારે કેઈ આકાશ કરે તે બુદ્ધિશાળી પુરૂષ તત્વને વિચાર કરે તે આ પ્રમાણે વિચારે કે-જે આ સત્ય કહે છે, તો કોધ કરવાથી લાભ શું છે ? અને જે તેનું કહેવું અસત્ય હોય તે પણ ક્રોધ શા માટે કરવો?
જે તેઓ એમ કહે કે આપે અગ્ય આચરણ કરવું ન જોઈએ તે તેમનું એ કથન સાંભળીને સાધુએ કહેવું કે “ઠીક છે, આપ જેમ કહે છે, એજ પ્રમાણે કરવાને ભાવ રાખું છું. આ પ્રમાણે તેના કથનને મધ્યસ્થ ભાવથી સ્વીકાર કરીને તેમજ કરે. અને મિથ્યાદુકૃત દઈને અસત્ આચરણથી નિવૃત્ત થઈ જવું. તથા એવો વિચાર કરે કે-આમ કરવાથી તે મારું જ કલ્યાણ છે, તેના ભયથી પણ પ્રમાદ ન કરે. અને સદાચરણમાં મન લગાવે.
કહેવાને આશય એ છે કે–પૂર્વોક્ત પ્રકારથી જે કઈ સાધુને હિત કર શિખામણ દે તે સાધુએ શિખામણ આપનારા ઉપર ક્રોધ કરે નહીં તેને દડા વિગેરેથી અથવા કડવા વેણથી પ્રહાર ન કરવો. પરંતુ એવું કહેવું કેહવે તેમ ન કરવાને મારે ભાવ છે. આપે મને સારી હિતકર શિખામણ આપી છે. આ રીતે પ્રમાદને ત્યાગ કરીને સદાચરણમાં બુદ્ધિને સ્થાપિત કરે છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૫૯