________________
‘અનોવા’--અનવપ્રમ્' અનત કાળ પર્યન્ત ‘સંસાર- સંચારમ્’ચાર ગતિવાળા આ સંસારમાં મમ`ત્તિ-શ્રમતિ' ભ્રમણ કરે છે. ાદા
અન્વયા—અક્રિયાવાદિયા તત્વને સમજયા વિના આવી રીતે અનેક પ્રકારના શાસ્ત્રોનું પ્રતિપાદન કરે છે. જેના આશ્રય લઈને ઘણા લોકો અનત સસારમાં પરિભ્રમણ કરે છે. પ્રા
ટીકા—મિથ્યાત્વના પડદાથી છૂપાયેલા અંતઃકરણવાળા ચાર્વાક, બૌદ્ધ, વિગેરે પારમાર્થિક તત્વને ન જાણતા થકા અનેક પ્રકારના મિથ્યા શાસ્રોતુ' પ્રણયન (સમ`ન) કરે છે. જેમકે-પૃથ્વી વિગેરે ભૂતા (તત્વા)જ તત્વ છે. આનાથી ભિન્ન પરલેાકમાં જવાવાળા કોઈ આત્માજ નથી. વિગેરે આવા પ્રકા રના મિથ્યા શાસ્ત્રોને શહેણુ કરીને ઘણાજ અજ્ઞાનીયા અનંત એવા ચતુર્થાંતિ સૉંસારમાં ઘટિયંત્ર (રેટ)ની માફક ફર્યાં કરે છે. અર્થાત્ જન્મ મરણ ધારણ કર્યા કરે છે, તેનાથી છૂટતા નથી.
અક્રિયાવાદીયાના મતનુ' નિરાકરણ કરવા માટે શાસ્ત્રના મત પ્રગટ કરવામાં આવે છે. જો બૌદ્ધના મત પ્રમાણે સશૂન્યપણાના સ્વીકાર કરવામાં આવે; અર્થાત્ જગતમાં કાઇ પણ પદાર્થની સત્તા માનવામાં ન આવે, તે પ્રમાણની પણ સિદ્ધિ થશે નહી' અને પ્રમાણના અભાવમાં સશૂન્ય પશુ કેવી રીતે સિદ્ધ થશે ? જે ચાર્વાકનાં મત પ્રમાણે એક માત્ર પ્રત્યક્ષ પ્રમાણ્ય સ્વીકારવામાં આવે તે પિતા, પિતામહ આદિ સબંધના વ્યવહારના અભાવ થઈ જશે. ક્ષણિક વાદી ખૌદ્ધોના મત પ્રમાણે વસ્તુ ક્ષણિક હાવાથી તેમાં વસ્તુત્વ જ સિદ્ધ થતું નથી જે અર્થ ક્રિયાકારી હોય; એજ વસ્તુ કહેવાય છે. પરંતુ મેક ક્ષણ માત્ર રહેવાવાળી વસ્તુ ક્રમથી અથ ક્રિયા કરી શક્તી નથી. તેમુજ અક્રમથી પણ ક્રિયા કરી શકતી નથી. ક્રમથી કરવાનું” માનવામાં આવે તા તે ક્ષણિક રહેશે નહી. અક્રમથી અર્થાત્ એકી સાથે અ ક્રિયા કરવામાં આવે તે સઘળા કાર્યાં એકી સાથેજ ઉત્પન્ન થઇ જશે, પરંતુ એમ દેખવામાં આવતું નથી. તેમ માનવામાં પણ આવી શકતું નથી.
આ સિવાય અતિરિક્ત જ્ઞાનના આધાર ભૂત ગુણી (આત્મા)ની વિના ગુણ રૂપ સકલના પ્રત્યય અર્થાત્ (જોટા રૂપ જ્ઞાન કાઈ પણ પ્રકારે સ`ભવતું' નથી. તેથી જ ચાર્વાકદ્વારા અભિમતભૂત ચૈતન્યવાદ તથા ખૌદ્ધી દ્વારા અભિમત શૂન્યવાદ અથવા ક્ષણિકવાદ સિદ્ધ થતા નથી.
આ પ્રકારની મિથ્યા પ્રરૂપણા કરવાવાળા તેઓના શાસ્ત્રોનું અનુસરણ કરીને અનેક મનુષ્ય સસાર રૂપી અરણ્યમાં ભટકતા રહે છે. પા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૧૦૪