________________
આ રીતે સર્વજ્ઞ કોઈ જ નથી અને અસર્વજ્ઞ વાસ્તવિક રૂપથી પદાને જાણી શકતા નથી. તથા સઘળાવાદીઓ પરસ્પરના વિરૂદ્ધ પદાથેના ૨વરૂપને સ્વીકારે છે, તેથી અજ્ઞાનજ શ્રેયસ્કર છે. આ પ્રમાણે અજ્ઞાનવાદિથોનું કહેવું છે.
- અજ્ઞાનવાદિયે અજ્ઞાનનેજ શ્રેયસ્કર કહીને અસમ્બદ્ધ બોલનાર હોવાથી લેકમાં પ્રશંસા રહિત છે, તેઓ સત્ અને અસત્ના વિવેક વિનાના છે. અવિદ્વાન છે, અને વિવેકથી રહિત પિતાના શિખેની સામેજ પિતાના મતનું પ્રતિપાદન કરે છે. બીજાઓની સામે નહીં.
વાસ્તવિક રીતે અજ્ઞાનવાદી સમ્યકજ્ઞાનથી રહિત છે. તે આ રીતે સમજવું–અજ્ઞાનવાદી પરસ્પર વિરેધી અર્થોના પ્રતિ પદક હેવાને કારણે યથાર્થવાદી નથી. કેમકે તેઓ-અસર્વ પ્રણીત આગમના અર્થને સ્વીકાર કરે છે. સર્વજ્ઞ પ્રણીત આગમને સ્વીકાર કરવાવાળાઓને આ દોષ લાગુ પડતા નથી કેમકે-તે આગમથી પરસ્પરમાં વિરોધ રહેતું નથી. આ સિવાય અજ્ઞાનજ શ્રેયકર છે, આ કથનમાં જે “અજ્ઞાન” પર છે તેમાં નમ્ સમાસ છે. નગ્ન સમાસ પર્યદાસ અને પ્રસજ્યના ભેદથી બે પ્રકારનો છે. અહિયાં તે બનેમાંથી કયા પ્રકારને નિષેધ છે? જે પર્યદાસ સમાસ કહેવામાં આવે તે તેનો અર્થ એ થશે કે જ્ઞાનથી જે ભિન્ન છે, તે અજ્ઞાન છે. અર્થાત જ્ઞાનાન્તર આ સ્થિતિમાં અજ્ઞાનવાદ રહેશે નહીં, કેમકે પર્યદાસ એકાન્ત અભાવને નહીં પરંતુ સદેશને ગ્રાહક હોય છે, અગર જે પ્રસજ્ય પક્ષને સ્વીકાર કરે તે અજ્ઞાન તુચ્છ-સર્વથા નિઃસ્વરૂપ પ્રસિદ્ધ થશે. તે બધા જ પ્રકારના સામર્થ્યથી રહિત હોવાના કારણે કેવી રીતે શ્રેયસકર થઈ શકે?
આ રીતે સર્વથા અણાની પિતાના અજ્ઞાની શિષ્યોને જ ઉપદેશ આપ છે, તેઓ વિદ્વાનોના સમૂહમાં બેસવા માટે શક્તિવાળ થઈ શકતા નથી,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩