________________
અન્વયાર્થ—અન્યતીથિકે જેને જુદા જુદા પ્રકારથી કહે છે, તે સમવસરણ અર્થાત તેઓના ચાર સિદ્ધાંતે આ પ્રમાણે છે. (૧) કઈ કઈ પરતીથિકે કિયાવાદ અર્થાત્ જીવ વિગેરે પદાર્થોના અસ્તિત્વને સ્વીકારે છે. આ પહેલું સમવસરણ છે.
(૨) કઈ કઈ અકિયાવાદને સ્વીકાર કરે છે. આ બીજું સમવસરણ છે.
(૩) ત્રીજા સમવસરણવાળા વનયિકે છે. તેઓની માન્યતા એવી છે કે એકલા વિનયથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે.
(૪) ચોથું સમવસરણ અજ્ઞાનવાદીઓનું છે. તેઓના મત પ્રમાણે અજ્ઞાન જ મોક્ષનું કારણ છે.
આ ચારે પરતીર્થિકે અલગ અલગ પિતાના મતનું સમર્થન કરતા થકા વગર વિચાર્યું કથન કરવાના કારણે મૃષાવાદજ કરે છે. જેના
ટીકાર્થ–ટીક અન્વયથી જ સમજી લેવી. અહિયાં ગાથાના વિશેષ અર્થનું વિવરણ કરવામાં આવે છે, જીવ વિગેરેના અસ્તિત્વરૂપ ક્રિયાનું કથન સ્વીકાર કરવાવાળા “ક્રિયાવાદી' કહેવાય છે. આ ક્રિયાવાદિના ૧૮૦ ભેદો છે. તે આ પ્રમાણે છે. જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, અને મોક્ષ આ નવ પદાર્થ છે. તેના સ્વતઃ અને પરતઃ એ પ્રકારના બે ભેદથી અઢાર ભેદ થઈ જાય છે. આ અઢારે ભેદને નિત્ય અને અનિત્ય આ બે ભેદથી ગુણવાથી છત્રીસ ભેદ થઈ જાય છે. તે પછી કાલ, નિયતિ. સ્વભાવ ઈશ્વર અને આત્મા આ પાંચ પ્રકારના ભેદને છત્રીસથી ગણવાથી એકસો એંસી ભેદ થઈ જાય છે, ઉદાહરણ નિમિત્તે અહિયાં કેટલાક ભેદો નીચે બતાવવામાં આવે છે જેમકે –
(૧) જીવ સ્વત: નિત્ય છે કાળથી. (૨) જીવ અવતઃ અનિત્ય છે, કાળથી. (૩) જીવ પરતઃ નિત્ય છે, કાળથી. (૪) જીવ પરતઃ અનિત્ય છે, કાળથી.
આ રીતે સ્વતઃ અને પરતઃ તથા નિત્યપણા અને અનિત્યપણાની સાથે કાળને ગણીને ચાર વિકલ્પ બને છે, એ જ પ્રમાણે નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્માની સાથે પણ ચાર ચાર વિકલ્પ કેવળ જીવ પદાર્થને લઈને થયા. આ રીતે ૫+૪=૩૦ વિક૯પ કેવળ જીવ પદાર્થને લઈને થયા એજ રીતે અજીવ આદિ આઠેના પણ વીસ વીસ ભેદ થવાથી ૨૦+૯૧૮૦ એ એસી ભેદો થઈ જાય છે. એ રીતે સઘળા ક્રિયાવાદિઓ ૧૮૦ એકસે એંસી પ્રકારના છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૯૪.