________________
શબ્દાર્થ—“
નાહિં જ્ઞાતિજો માતા-પિતા વગેરે સ્વજનવર્ગના સંબંધ દ્વારા વિદ્ધો વિવાદ્ધ બંધાયેલા સાધુના “વિક્રુઓ-gટતા પાછળ પાછળ “જસિરિ-પરિણનિત' તેમનો વજનવર્ગ ચાલે છે. “કવિ-અપિ” અને “ના.
-નવ નવા પકડાયેલ “દૃથીવ-guતી ફર' હાથીની જેમ તેમને અનુ. કુળ આચરણ કરે છે તથા “કુરોદર બહૂહ-સૂરરિયાદૂન” નવી વીંધાયેલ ગાય જેમ પિતાના વાછરડાની પાસે જ રહે છે તે જ પ્રકારે તેમને પરિવાર વર્ગ તેની પાસે જ રહે છે. ૧૧
સૂત્રાર્થ–જેવી રીતે નવી વિયાયેલી ગાય પોતાના વાછડાની સમીપમાં જ રહે છે, એ જ પ્રમાણે માતા-પિતા આદિના સંબંધથી બંધાયેલા સાધુની પાછળ પાછળ તેના સંસારી સ્વજને ચાલે છે, ને નવા પકડી લાવેલા હાથીની સાથે જે વ્યવહાર કરવામાં આવે છે, એ તેને અનુકૂળ વ્યવહાર તેની સાથે કરે છે. ૧૧
ટીકાઈ–માતા-પિતા, પત્ની, મિત્ર આદિ સ્વજનેના સંબંધથી બંધાયેલા સાધુની પાછળ પાછળ તેના સંસારી સવજને ચાલે છે–ગૃહવાસને ત્યાગ કરવા છતાં તેઓ તે સાધુને સાથ છોડતા નથી જેવી રીતે જંગલમાંથી હાથીને પકડી લાવનાર માણસો હાથીને અનુકૂળ વર્તાવ કરીને હાથીને પોતાને વશ કરી લે છે, એજ પ્રમાણે સંસારી સ્વજને પણ તે સાધુને અનુકૂળ થઈ પડે એ વર્તાવ રાખીને તેને વશ કરી લે છે. જેમ તાજી વિમાયેલી ગાય પિતાના વાછડાની પાસે જ રહે છે. તેને છોડીને બીજે જતી નથી, એ જ પ્રમાણે તે સાધુના સ્વજને તેની પાસે જ રહે છે–તેને પિતાની નજરથી દૂર થવા દેતા નથી. આ પ્રકારે સ્વજનોને સંપર્ક ચાલુ રહેવાથી તે નવદીક્ષિત, અલ્પસર્વ સાધુ મેહને વશ થઈને સાધુ પ્રવજ્યાને ત્યાગ કરીને ઘેર ચાલ્યા જાય છે. ત્યાં તે અપાર મેહજાળમાં ફસાઈ જઈને સંસારમાં અટવાયા કરે છે. ૧૧
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૩૧